હનીફ બાવાને રાજસ્થાન એટીએસએ પુનઃ કચ્છ લાવીને આદરી તપાસ

ભુજ : અબડાસાના રાજકીય આગેવાનની રાજસ્થાન એટીએસએ ધરપકડ કરીને રાજસ્થાન લઈ ગઈ હતી અને રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે, તેવામાં હનિફના સ્થાનીક નેટવર્કની તપાસ માટે પોલીસે તેને પુનઃ કચ્છ લાવી છે.વર્ષ ર૦૧૪માં નોંધાયેલા નકલી ચલણી નોટ અને હથિયારોના ગુનામાં રાજસ્થાન એટીએસ દ્વારા અબડાસાના રાજકીય આગેવાન હનીફ બાવા પડેયારની ધરપકડ કરાઈ હતી. પોલીસ રિમાન્ડ પર રહેલા હનીફ પડેયારને એટીએસની ટુકડી પુનઃ કચ્છ લાવી છે. અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ લોકઅપમાં રખાયો છે. આરોપીના સ્થાનિક નેટવર્કની તપાસ માટે એટીએસ દ્વારા સ્થાનીક પોલીસની મદદથી ઝીણવટપભરી છાનબીન હાથ ધરાઈ છે.