સ્વામીનારાયણ કોવીડ કવોરન્ટાઇન સેન્ટરમાંથી કોરોનાના ૧૭૬ પૈકી ૧૩૫ દર્દી હેમખેમ પરત ફર્યા

સેવા અને સમર્પણના ભાવ સાથે ધર્મ અને ભક્તિનો અનેરો સબંધ છે

સમાજ પર આપદા આવી પડે ત્યારે ધર્મ અને સંતો પડખે ઉભા રહી માત્ર આધ્યાત્મક બળ જ નહીં મનોશારીરિક બળ પણ સુપેરે પુરું પાડે છે એનું જીવંત ઉદાહરણ છે. કચ્છ જિલ્લાના ભુજમાં મિરઝાપર ખાતે કોરોના કોવીડ-૧૯ના દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા કરતું કવોરેન્ટાઇન સેન્ટર!! આજે વિશ્વ આખું કોરોના સાથે લડી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય માં પણ સંસ્થાઓ સેવાકીય કાર્યો કરી રહી છે ત્યારે સરહદી વિસ્તાર ના કચ્છ ના જુદા જુદા સ્થળોએ થી દર્દીઓ સારવાર માટે મુખ્ય મથક ભુજ તરફ આવી રહયા છે ત્યારે દર્દી  સાથે આવનાર વ્યક્તિ ને પણ રહેવા, જમવાનું પૌષટીક આહાર તેમજ કોવિડ દર્દીઓ શ્રી સ્વામિનારાયણ મંદિર (નર નારાયણ દેવ) ભુજ -કચ્છ દ્વારા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, મીરઝાપર રોડ- ભુજ મધ્યે પૂજ્ય મહંત સ્વામી, સદગુરુ પ્રેમપ્રકાસદાસજી, પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત, ઉપ મહંત સદગુરુ ભગવતજીવન દાસજી વડીલ સંતોના આશિર્વાદ થી કોવિડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં જેમને કોવિડ ટેસ્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય અને એમને હોમ ક્વોરન્ટાઇન થવા માટે ડો અને નર્સિંગ સ્ટાફ ની ટાઈમ ટુ ટાઈમ ચેક કરી પૂરતી મેડિકલ ટ્રીટમેન્ટ જેમાં તમામ વિટામિન્સ, ફેબી ફલૂ જેવી ઉત્તમ તમામ દવા,  હાયર એન્ટિબાયોટિક ઈન્જેકશન સાથે બોટલ ચડાવીને જરૂર પડે ત્યારે પ્રાથમિક ઓક્સિજનની સગવડ સાથે પૌષ્ટિક ભોજન,  જ્યુસ, ફ્રુટ તેમજ દવાની સાથે અન્ય ઉપયોગી આયુર્વેદિક ઉપચાર સાથેની નિઃશુલ્ક ટોટલ ફ્રી ચાર્જથી પૂરતી સગવડ સાથે ચાલુ છે. મંદિરના સંતો દ્વારા દર્દીઓને હિંમત આપવા પ્રવચન, કથા-વાર્તા તેમજ હૈયાધારણા સાથે સંસ્થા ના ટ્રસ્ટીઓ ના પુરા માર્ગદર્શન હેઠળ ડોક્ટર તેમજ નર્સિંગની બહેનો ૨૪×૭ સંતોષકારક સાર સંભાળ સાથે સેવા ચાકરી કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસ થી આ સેન્ટરમાં અઢીસો જેટલા રેપીડ ટેસ્ટ કરી ૧૭૬ પેસન્ટ દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 135 જેટલા પેસન્ટ બરોબર સાજા થઈ ડિસ્ચાર્જ થયેલ છે હાલમાં ૪૧ જેટલા પેસન્ટ દાખલ છે. અહીં આવેલ તમામ પેસન્ટ અહીંની મેડિકલ ટ્રીટમેન્ટ, ખાવા-પીવા ની તેમજ કાર્યકતાઓ અને સ્ટાફની સેવા થી દરેક પેસન્ટ સંતુષ્ટ છે. આ નિશુલ્ક કોવિડ કવોરન્ટાઈન સેન્ટરમાં ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સાથે મંદીરના સંતો સ્વામી દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી સુખદેવસ્વરૂપદાસજી, સ્વામી દિવ્ય સ્વરૂપદાસજી, સંસ્થાના સંચાલક પ્રવિણ પિંડોરિયા, ડો. લક્ષમણ હિરાણી, જગદીશભાઈ વાઘાણી, નારણભાઈ કેરાઈ તથા દેવશી રત્ના કેરાઈ, કાનજીભાઈ વેકરીયા, લાલજીભાઈ રૂપલિયા સાથે સંસ્થાના તેમજ મંદીરના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહયા છે.