સેવા સાધના – કચ્છ દ્વારા નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાના કેમ્પનો ૪૮૫ બાળકોએ લાભ લીધો

0
12

ભુજ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રેરિત સંસ્થા સેવા સાધના દ્વારા ૨૧ સપ્ટેમ્બરના પુષ્ય નક્ષત્ર નિમિતે સંસ્થાના ભુજ કાર્યાલય ઉપરાંત બન્ની પચ્છમમાં સંસ્થા દ્વારા ચાલતા નિઃશુલ્ક સંસ્કાર કેન્દ્રોમાં બાળકો માટે સુવર્ણપ્રાશનના ટીપાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક ટીપાં છ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા તથા બાળકોને ઘરના ઉપયોગ માટે રાહતદરે ટીપા આપવામાં આવ્યા હતા. આ વખતે વિશેષમાં પ્રથમ વખત બન્ની – પચ્છમના બાળકોએ આનો લાભ લીધો હતો. આ ટીપાં માટે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, રાજકોટ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે.


આ ટીપા વૈદિક મંત્રોચ્ચાર અને બહુમુલ્ય ઔષધીઓ દ્વરા બનાવવામાં આવે છે. સુવર્ણપ્રાશનના ટીપાથી બાળકોને યાદશક્તિમાં વધારો તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આથી દર પુષ્ય નક્ષત્ર નિમિતે સૌ બાળકોને આનો લાભ લેવા સેવા સાધના સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સેવા સાધના – કચ્છ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સામાજિક ઉથાન, સ્વાવલંબન માટે કાર્ય કરી રહી છે.