સેવા સાધના – કચ્છને ચાર સંસ્થાઓ દ્વારા ૨૮ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા

ભુજ : કચ્છમાં વ્યાપક સ્તર પર આવશ્યક સેવાઓમાં સતત કાર્યરત સેવા સાધના કચ્છને ચાર સંસ્થાઓ દ્વારા ૨૮ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સોળ મશીન સેવા ભારતી – ગુજરાતના માધ્યમથી સેવા ઇન્ટરનેશનલ દ્વારા, ભુજ એનએમઓના માધ્યમથી ભણશાલી ટ્રસ્ટ મુંબઈ દ્વારા પાંચ મશીન, ફોકિયાના નીમેષભાઈ ફડકે દ્વારા પાંચ અને વ્યવસાય અર્થે કુવૈત સ્થિત જૈન ગ્રુપ દ્વારા બે મશીનો સેવા સાધના કચ્છને અર્પણ કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ વાત એ છે કે, આરએસએસના સ્વયંસેવકો સમગ્ર કચ્છમાં ફેલાયેલા હોવાથી દૂર-સુદૂર વાગડ – અબડાસાથી લઇ સમગ્ર કચ્છમાં મોટાભાગના મશીનોનો લાભાર્થીઓ સુધી સમયસર ઉપયોગ થઈ રહ્યો છે તે જાણીને દાન આપનાર દાતાઓએ પોતાનો હેતુ સાર્થક થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ માવજીભાઈ સોરઠીયાએ સૌ દાતાઓનો આભાર માન્યો હતો. આ મશીનો ડીપોઝીટ લઈ મશીન જમા થઈ પરત આપી દેવાની શરતે સમગ્ર કચ્છમાં આપવામાં આવી રહ્યા છે. જરૂરતમંદ લોકોએ સેવા સાધનાના કાર્યાલય નંબર ૯૪૨૮૦ ૮૬૫૦૯ પર સંપર્ક કરવા સંસ્થાના મંત્રી દામજીભાઈની યાદીમાં જણાવાયું છે.