સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧માં મનરેગા હેઠળ રૂપિયા ૪૦૬.૫૯ લાખની રોજગારી અપાઇ

ભુજ : મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી -મનરેગા હેઠળ ગ્રામીણ કુટુંબમાં પુખ્ત વયના બિનકુશળ કામ કરવા ઈચ્છુક વ્યક્તિ ને જુદા જુદા કામથી ૧૦૦ દિવસની રોજગારી આપવાની યોજના મનરેગા હેઠળ કચ્છમાં સુજલામ સુફલામ જળઅભિયાન ૨૦૨૧ના કામોથી કુલ ૧૬૨૧૮૬ માનવદિનની રૂ. ૪૦૬.૫૯ લાખની રોજગારી આપવામાં આવી છે.  તળાવના ખોદકામ ,નહેર સફાઈ, માટીકામ જેવા કામોથી જિલ્લાના દસ તાલુકાઓમાં ગ્રામ્ય સ્થાનિકોને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની મનરેગા યોજના હેઠળ એપ્રિલ-મે માસમાં કચ્છના તાલુકાઓમાં આ માનવદિન રોજગારી સર્જવામાં આવી હતી. જે પૈકી અબડાસા તાલુકામાં રૂ. ૪૯.૪૫લાખની ૩૦૪૪૮ માનવદિન, અંજાર તાલુકામાં રૂપિયા ૪૯.૮૮ લાખની ૨૪૮૫૪ માનવદિન રોજગારી, ભચાઉમાં રૂપિયા ૧૬ હજારની ૧૨૨ માનવદિન રોજગારી, ભુજમાં રૂપિયા ૧૧૩.૮૩ લાખની ૪૧૩૧૮ માનવદિનની રોજગારીના,  ગાંધીધામમાં રૂ. ૩૨ હજાર ૧૪૫ માનવદિન રોજગારી,  લખપતમાં રૂ. ૫૨.૧૧ લાખના ૧૬૧૮૪ માનવદિન રોજગારી ,માંડવી તાલુકામાં  રૂ.૮.૧૧ લાખની ૨૧૯૦ માનવદિન રોજગારી ,મુન્દ્રામાં રૂ. ૧૩.૪૬ લાખના ૭૭૪૮ માનવદિન રોજગારી,  નખત્રાણામાં રૂ.૫૧.૨૭ લાખના ૧૩૦૨૩ માનવદિન રોજગારીના અને રાપરમાં રૂ.૬૮ લાખ ૨૬૧૫૪ માનવદિન રોજગારીનો ખર્ચ કરવામાં આવ્યો છે એમ જિલ્લા મનરેગા અધિકારીશ્રી ઇન્દ્રજીત ગોસ્વામી દ્વારા જણાવાયું છે