સુખપરમાં યુવાનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી


ભુજ : તાલુકાના સુખપર ગામે યુવાનને મોબાઈલ ફોન ઉપર ધાક – ધમકી કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. બનાવને પગલે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જેન્તીલાલ નાનજીભાઈ કેરાઈએ આરોપી ભીમજી કરશન મેપાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને મોબાઈલ ઉપર તું અમારા મકાનનો ભાડુઆતના છોકરાને શું કામ હેરાન કરે છે તેવું કહીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે માનકુવા પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ. અશોક પટેલે આગળની તપાસ હાથ ધરી છે