સુખપરના સાવઁજનીક હિંદુ સ્મશાનનો રસ્તો ડામર રોડ બન્યો

જીલ્લા પંચાયત અધ્યક્ષાના સક્રિય પ્રયત્નોને પરિણામે માત્ર ચાર દિવસમાં કામ પુરું કરાયું

સુખપરનું સાવઁજનીક હિંદુ સ્મશાન કોવીડ સ્મશાન તરીકે કાયઁરત કરાયા પછી એમ્બ્યુલન્સના અસંખ્ય આંટાફેરા સાથે  છેલ્લા પચીસ દિવસથી અહીં સતત મૃતદેહોના અંતિમસંસ્કાર થઇ રહ્યા છે.  સ્મશાનમાં આવવા જવા માટે ગાંડા બાવળથી ઘેરાયેલ સાંકળા અને ઉબડખાબડ રસ્તામાં નાના મોટાં દરેક વાહનચાલકો અને મૃતકના પરિવારજનો ખુબ તકલીફ  ભોગવી રહ્યા હતા. પ્રારંભે ભુજ તાલુકા ટીડીઓ સતીષભાઇ રાઠોડ દ્વારા રસ્તામાં બાવળની સફાઇ અને તાત્કાલિક ધોરણે લાઇટો ચાલુ કરવાનું કામ થયા પછી દસેક દિવસ પહેલાં Rss ના સ્વયંસેવક ભાઇઓ બહેનો દ્વારા થતાં સ્મશાનના કામની જાત માહિતી લેવા આવેલ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારુલબેન કારાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાયઁકર્તા નારણભાઇ વેલાણી અને રવજીભાઈ ખેતાણી દ્વારા સ્થળ ઉપર બાબતે રજુઆત કરાતાં તાત્કાલિક ઘટતું કરવાનું આશ્વાસન અપાયેલ અને ગત ચાર દિવસમાં કામ પુરું પણ કરી દેવાયું હતું.   વર્ષોની હાલાકી પછી જરૂરી એવાં માટીના પુરાણ કામ અને સરસ મજાનો પહોળો ડામર રોડ બની ગયા પછી ગામના દાતાઓને પણ સ્થળે ખુટતી જરૂરી સુવિધાઓમાં પોતાના ખર્ચે પાણીનો ટાંકો રીપેર કરવો, સુંદર પ્રવેશદ્વાર બનાવવો અને મોટે પાયે વૃક્ષારોપણ કરવા સહિતના કામો સાથે સ્મશાનને રમણીય બનાવવાની હોંશ જાગી છે.   આગામી દિવસોમાં અહીં કાયમી લાઇટનું કનેક્શન અપાવવા સાથે તળાવના રમણીય કિનારે આવેલ સ્મશાન માટે ભવિષ્યમાં જે પણ સુવિધાઓની આવશ્યકતા હશે પુરી કરવાની ખાત્રી અપાતાં હાલે વિદેશ સ્થિત અને સ્મશાનના મુખ્ય દાતા એવા નારણભાઇ શિયાણી અને ગ્રામજનોએ પારુલબેન કારા અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.