લીવર સબંધિત બીમારીઓ તથા ટ્રાન્સપ્લાન્ટ સહિતની સારવાર માટેની કન્સલટન્ટ કલીનીકનો ભુજમાં થશે શુભારંભ

દેશના વિખ્યાત-નિષ્ણાંત લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સ્પેશ્યાલીસ્ટ તબીબ ડો.આનંદ ખખ્ખરની ઘરઆંગણે સુલભ થશે સેવા : પખવાડીયે – મહીને ડો. ખખ્ખર ખુદ કચ્છમાં હાજર રહી દર્દીઓના કરશે નિદાન : ડો. બી સી રોય નેશનલ એવોર્ડનો ખિતાબ ધરાવતા તબીબની સેવા કચ્છમાં ઘરઆંગણે બનશે હવે ઉપલબ્ધ

લીવરની ખરાબીના શરૂઆતી તબક્કે જ બનો જાગૃત, લીવર ટ્રાન્સપ્લાન્ટની વિશ્વકક્ષાની સારવાર-સુવીધા-માળખા, નર્સીંગ-તબીબી સ્ટાફ સીમ્સ હોસ્પિટલમાં છે સુલભ, હાથવગી, સસ્તી(અર્ફોડેબલ)અને અસરકારક લીવરની બીમારી સલગ્ન સારવાર-ટ્રાન્સપ્લાન્ટ સહિતના માટે અમદાવાદ-સીમ્સમાં એક વખત અચુક મુલાકાત લેવા દેશના ટોપ ફાઈવ લીવર ટ્રાન્સપ્લાન્ટ ડોકટર પૈકીના એક એવા ડો. આનંદ ખખ્ખરે કચ્છઉદય સાથેની વાતચીતમાં કચ્છના લીવર સલગ્ન બીમારીથી પીડાતા દર્દીઓને આપ્યા આશા ભર્યા સંદેશ..

ડાયાબીટીસ-હાઈકોલસ્ટ્રોલ, હીપેટાઈટીસ-આલ્કોહોલનું અતિ સેવન કરનારા સહિતનાઓને લીવર સબંધિત બીમારીઓ થવાની રહે છે વધુ શકયતાઓ : કચ્છ-ગુજરાતના લીવર સબંધિત દર્દીઓએ હવે ચેન્નઈ સુધી ગાઉનો ફેરો બચશે : અમદાવાદ સીમ્સ ખાતે જ વર્લ્ડકલાસ સુવિધાઓ બની છે ઉપલબ્ધ

ગાંધીધામ : ભારત અને ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠીત સીમ્સ કેર ઈન્સટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ સંસ્થા દ્વારા આગામી ટુંક જ સમયમાં કચ્છની આરોગ્ય સેવામાં વધુ એક મોરપીંછ સમાન સુવિધાનો ઉમેરો કરવા જઈ રહી છે અને તેમના મારફતે જ કચ્છને વધુ એક મહામુલી આરોગ્યક્ષેત્રની ભેટ ઘર આંગણે જ સુલભ થવા પામી રહી છે. સીમ્સ હોસ્પિટલ અમદાવાદના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ગુજરાતમાં વિશ્વકક્ષાની આરોગ્ય જગતની અલગ અલગ સેવાઓ એક જ છત નીચે મળતી હોવાનુ વિશ્વસનીય નામ જો કોઈ હોય તો એ કેર ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ સીમ્સ અમદાવાદ જ છે. સીમ્સ અમદાવાદ દ્વારા કચ્છમાં આગામી મહિને લીવર સલગ્ન બીમારીથી પીડાતા કચ્છભરના દર્દીઓને માટે વીશેષ કલીનીકનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. લીવર વ્યકિતના શરીરમાં ખુબજ મહત્વપૂર્ણ અંગ મનાય છે. લીવરની બીમારી અથવા તો લીવર નબળા પડવાની સ્થીતી જે કોઈ દર્દીને આવે છે તે સામાન્ય રીતે તો જીંદગીથી હાથ ધોઈ લીધો હોવાની જ માન્યતા પર આવી જતા હોય છે પરંતુ હવે કચ્છના લીવર સલગ્ન બીમારીથી પીડાતા અથવા તો લીવર મહદઅંશે નબળુ પડી ગયુ હોવાના દર્દીઓએ પણ ચિંતા કરવાની આવશ્યકતા નહી રહે. કારણ કે સીમ્સ હેાસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટની અઘરી-પડકારજનક અને અતિ મોંઘી કહેવાતી સારવારને સસ્તી, અસરકારક અને સરળતાથી સુલભ બનાવી દેવામા આવી છે. એટલુ માત્ર જ નહી પરંતુ મુળ રાજકોટના રહેવાસી પરંતુ ચેન્નઈને તબીબી ક્ષેત્રમાં કર્મભુમિ બનાવનારા અને સંભવત ભારતના લીવર ટ્રાન્સપ્લાન્ટના અનુભવી અને નિષ્ણાંત ડોકટરોમાં પાયાના પથ્થર સમાન ગણાતા પ્રથમ પાંચ તબીબો પૈકીના એક એવા ડો. આનંદ કે ખખ્ખર સાહેબની સેવા લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે લઈ રહ્યા છે. કચ્છઉદયની સાથે વિશેષ મુલાકાતમાં ડો.બી સી રોય એવોર્ડ વિજેતા શ્રી આનંદ ખખ્ખરે ખુદનો પરિચય આપતા જણાવ્યુ હતુ કે,તેઓ એમબીબીએસ, ડીએનબી, એમએસ(જનરલ સર્જરી)ફેલો એએસટીએસ(અમેરીકન સોસાયટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, યુએસએ) તરીકેની ઉપાધીઓ-ડીગ્રી ધરાવી રહ્યા છે, ત્યારબાદ પ્રેાગ્રામ ડાયરેકટર અને સિનીયર કન્સલટન્ટ તરીકે સેન્ટર ફોર લીવર ડીસીઝ અને ટ્રાન્સપ્લાન્ટેશનમાં તથા એચપીબી સર્જન તરીકે સેવારત રહી ચૂકયા છે. લીવરના રોગો અથવા તો લીવર ખરાબ થવાના મુખ્ય કારણો જણાવતા ડો. ખખ્ખરે કહ્યુ હતુ કે, ડાયાબીટીસ, હાઈ કોલેસ્ટોરોલ તથા હીપેટાઈટીસની બીમારીઓ થકી લીવર ખરાબ થતુ હોય છે. આ ઉપરાંત આલ્કોહોલનુ વધુ પડતુ સેવન લીવરને બગાડે છે. જો કે, વર્તમાન સમયે નોન આલ્કોહોલીક ફેટી લીવરના કેસોના પ્રમાણમાં ખુબ વધારો થયો હોવાની સ્થિતીને ચિંતાજનક ગણાવી હતી.લીવરની ખરાબી માટે આલ્કોહોલથી પણ વધારે જોખમી તેલીયપદાર્થોનું સેવન છે. ૮૦ ટકા લોકો-દર્દીઓ ખોટા ખાન-પાન થકી લીવરને ડેમેજ કરી દેતા હોય છે. ૩૦ની ઉમર બાદ લીવર ફંકશન ટેસ્ટ દરેકે સમયાંતરે કરાવતા રહેવુ ખુબ જ જરૂરી હોવાનુ શ્રી ખખ્ખરે જણાવ્યુ સાથોસાથ જ મોટાભાગના દર્દીઓ ગાફેલ રહી જતા હોય છે કારણ કે લીવર ખરાબ થયાના શરૂઆતી તબક્કામાં કોઈ જ અણસાર આવતા હોતા નથી. અને જયારે દર્દીઓ તપાસ કરાવે ત્યારે લીવર વધુ પડતું ખરાબ થઈ ગયુ હોય છે. પરંતુ હવે લીવર બદલાવવાની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સારવાર પણ ગુજરાતમાં ઘર આંગણે ઉપલબ્ધ થઈ ગઈ હોવાનુ શ્રી ખખ્ખરે ઉમેરી અને કહ્યુ હતુ કે, ગુજરાત સીમ્સ હોસ્પિટલમાં વિશ્વ કક્ષાની લીવર ટ્રાન્સપ્લાન્ટની તમામ સુવિધા, સારવાર, તબીબો, નર્સીંગ સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ થવા પામી ગયુ છે. દર્દીઓએ હવે બહાર જવાની જરૂરીયાત રહેશે નહી. લીવર ટ્રાન્સપ્લાન્ટ હવે ગુજરાતમા સીમ્સ હેાસ્પિટલ ખાતે જ વધુ અસરકારક-અર્ફોડેબલ અને સરળતાથી સુલભ થઈ રહી છે. અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચેો જે પ૦ લાખ અંદાજીત થતો હતો તે હવે ર૦ લાખની આસપાસ પેકેજમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત ર૦ લાખના પેકેજમાં પણ સરકાર તરફની અન્ય રાહતો મળતા લીવર ટ્રાન્સપ્લાન્ટની મોંઘીદાટ અને અઘરી તથા પડકારજનક કહેવાતી સર્જરી હવે નિષ્ણાંત તબીબો અને માળખા સાથે ૯૦ ટકા સફળતા રેશીયા ધરાવતી અવસ્થામાં ગુજરાતમાં ઘર આંગણે જ ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે દર્દીઓ વેળાસર તે સુવિધાઓનો લાભ લેતા થાય તેવો આશાભર્યો સંદેશ કચ્છની સબંધિત પ્રજાને આપ્યો હતો.નોધનીય છે કે, ડો.ખખ્ખર લીવીંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ તથા કેડેવેરીક લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત છે.તેઓ નોર્થ અમેરિકામાં તેમના ફરજકાળ દરમ્યાન અલગ અલગ રીસર્ચ માટે પણ તેઓને વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા છે. ડો. આનંદ ખખ્ખરની સ્પેશ્યાલીટીની વાત કરીએ તો લીવર, પેન્ક્રીયાસ, કીડની-મલટી વીસેરલ ટ્રાન્સપ્લાન્ટ(લીવીંગ ડોનર એન્ડ કેડેવેરીક), હીપેટોબીલરી, પેનક્રીયાટીક સર્જરી, લેપ્રોસ્કોપીક ડોનર-નેફ્રેકોટોમી, સર્જીકલ ગેસ્ટ્રેએન્ટ્રોલોજી સહિતના ક્ષેત્રમાં તેઓ નિષ્ણાંત છે.અત્યાર સુધીમાં તેઓએ ૧ર૦૦થી વધુ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી દીધા છે. જે ઉપલબ્ધી ભારતમાં ત્રણથી ચાર તબીબો જ ધરાવી રહ્યા હશે અને તે સબબ જ તેઓને પ્રતિષ્ઠીત ડો.બી સી રોય એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. ઉપંરાત એસઆઈયુ ઈન્ટરનેશનલ સ્કોલરશીપ ફોર પરસ્યુઈંગ કલીનીકલ ટ્રાન્સપ્લાન્ટેશન ર૦૦૦, યુની.ઓફ વેસ્ટર્ન ઓન્ટેરીયો દ્વારા ડો. ખખ્ખરને સ્કોલરશીપ એનાયત થઈ છે, કોલંબીયા યુનીવસિર્ટી તરફથી પણ રીસર્ચ સ્કોલરશીપ મેળવી છે. કચ્છના માટે ગોરવવંતી વાત એ છે કે, હવે આ પ્રકારના દેશ-વિદેશમાં વિખ્યાત નિષ્ણાંત તબીબની સેવા કચ્છમાં જ સુલભ બની રહેશે.

લીવર સિરોસીસના શરૂઆતમાં નથી દેખાતા લક્ષણ : ડો.ખખ્ખર
ગાંધીધામ : કચ્છઉદય સાથેની વાતચીતમાં ડો.આનંદ ખખ્ખરે કચ્છની પ્રજાજનોને જાગૃત કરતા કહ્યુ હતુ કે લીવર સીરોસીસના લક્ષણો શરૂઆતના તબક્કે દેખાતા નથી હોતા.કેટલીક વખત લોકોના એકયુટ લીવર ખરાબ થઈ જતા હોય છે. હોસ્પિટલમાં તેઓ કમળા તથા તાવની ફરીયાદ સાથે એડમીટ થતા હેાય છે પણ સપ્તાહભરમાં જ તો તેઓ વેન્ટીલેટર પર આવી જાય છે. અને જો સમયસર ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો દર્દીનુ મૃત્યુ પણ થઈ જાય છે. લીવર સિરોસીસની શરૂઆતમાં જો ખબર પડે તો દવાઓ માત્રથી પણ તેનો ઉપાય કરી શકાય છે.

બ્લડરીપોર્ટથી લીવરની તપાસ કયારે કયારે કરાવી જોઈએ…!
ગાંધીધામ : દેશના પ્રખ્યાત લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી તબીબ ડો. આનંદ ખખ્ખરે કહ્યુ છે કે, લોકોની ખાવા પીવાની ટેવ-આદતોના લીધે એટલે કે તેલીયાપદાર્થોના વધારે સેવનથી લીવર ખરાબ થવા પામી શકે છે જેની ખબર કલીનીકલ રીપોર્ટથી જ થઈ શકે તેમ હોય છે. માટે લીવરની બીમારીની સ્થિતી જાણવા માટે ૩૦ વર્ષની ઉમર બાદ પ્રતિ પાંચ વર્ષે, ૪૦વર્ષની ઉમર બાદ પ્રતિ ત્રણ વરસે, પ૦ વરસના બાદ દર બે વરસે અને ૬૦વર્ષ બાદ પ્રતિવર્ષે લીવરની સ્થીતી જાણવા બ્લડ રીપોર્ટમાં જેમા ખાસ કરીને એલએફટી-એસજીપીઓટી,જીજીએટી,નો અલ્ટ્રાસાઉન્ડ કરાવતા રહેવુ જોઈએ. હીપેટાઈટીસની રસીઓ પણ લેતા રહેવી જોઈએ.

કચ્છ-ગુજરાતને માટે ગૌરવવંતી ક્ષણનો સાક્ષાત્કાર

ડો.આનંદ ખખ્ખરને મળેલ ડો.બી સી રોય નેશનલ એવોર્ડનો સર્વોચ્ચ ખિતાબ

ડો. બી સી રોય નેશનલ એવોર્ડ કોઈપણ સિવિલીયનને મળતો ભારતનો શ્રેષ્ઠ-ઉચ્ચતમ એવોર્ડ મનાય છે. હાલના અમદાવાદ સિમ્સના લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. આનંદ ખખ્ખરને જે-તે સમયે તમિલનાડુમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં પાયાના પથ્થરનુ કામ કરવા બદલ પ્રતિષ્ઠીત ડો.બી સી રોય એવોર્ડ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતી પ્રણવ મુખર્જીના હસ્તે એનાયત થયો હતો જે ગૌરવવંતી ક્ષણ ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.