સીબીએફસીએ પ્રતિક ગાંધીની ફિલ્મ ’ભવાઈ’ને કાર્ય કારીણી નોટીસ ફટકારી

0
647

(એ.આર.એલ )મુંબઈ,સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ કહ્યું, ’’પ્રતિક ગાંધી અભિનીત ફિલ્મ ’ભવાઈ’ના નિર્માતાઓને કાર્ય કારીણી નોટીસ આપવામાં આવે છે કારણે કે તેમને પ્રમાણપત્રોના નિયમો અને ફિલ્મના કોન્ટેન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ગુજરાતના લોકનાટ્ય ’ભવાઈ’ પર આ મ્યુઝીકલ ડ્રામા બનાવવામાં આવ્યું છે, જેનું પહેલા નામ રાવણ લીલા હતું. આ ફિલ્મના નિર્દેશક હાર્દિક ગજ્જર અને પેન સ્ટુડીયો દ્વારા ફાઈનાન્સ પૂરુ પાડવામાં આવ્યું છે.સીબીએફસીના અનુસાર, નિર્માતાઓએ ટ્રેલરમાં ફિલ્મનું નામ બદલ્યું છે અને ફિલ્મના કેટલાક ભાગોમાં પણ બદલાવ કર્યો છે. સીબીએફસીએ ભવાઈના નિર્માતાઓ પાસે નિયમો સાથે ચેડા કરવા બદલ ખુલાસો માંગ્યો છે. સીબીએફસીના ચીફ પ્રસુન જોશીએ જણાવ્યું, “સીબીએફસી હંમેશા ગાઈડલાઈન અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ રાખે છે, સીબીએફસીના નિયમો સાથે ચેડાએ સ્વીકાર્ય નથી કારણે કે તેનાથી નિયમો અને સિસ્ટમ ખોરવાય છે અને તે એવુ પણ બતાવે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેજવાબદાર રીતે કામ કરે છે.ફિલ્મ ’ભવાઈ’નું ટ્રેલર ગયા અઠવાડિયે રીલીઝ થયા બાદ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમા બે બદલાવ કર્યા હતા. તેમણે ફિલ્મનું નામ બદલ્યું હતુ અને પાત્ર રામ અને રાવણની સીક્વન્સ બદલી હતી. સીબીએફસીએ કહ્યું, વિકૃત ટ્રેલર સિનેમેટોગ્રાફ સર્ટિફિકેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.તેણે કહ્યું, તેણે શો-કોઝ નોટિસ જારી કરીને નિર્માતાઓ પાસેથી ખુલાસો માંગ્યો છે અને તેમનો જવાબ હાલમાં વિચારણા હેઠળ છે. પેન સ્ટુડિયો ટિપ્પણી માટે હાજર નથી. ભવાઈ પણ અન્દ્રીતા રે, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ શર્મા અને અભિમન્યુ સિંહ અભિનિત ફિલ્મ ૧ ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.