સીએમનાં અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથન થયા સંક્રમિત

(જી.એન.એસ)ગાંધીનગર,ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ એ તરખાટ મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક નેતાઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગઈકાલે ગુજરાત ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના થયોહોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ શ્રેણીમાં હવે ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.CMના અગ્ર મુખ્યસચિવ પણ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત બન્યા હતા.CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરીના કારણે પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે તમામ લોકોની અટકળોનો અંત આવ્યો છે,વધુમાં પ્રાપ્ત CMO વર્તુળમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે એક સપ્તાહથી હોમ આઇસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.તેમજ તેઓને કોરોનાનાં હળવા લક્ષણો હોવાની માહિતી કોરોના હોવા છતાબહાર આવી છે, તેઓ ઘેર બેઠા બેઠા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.તેમજ આગામી એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર હાજર થશે.જ્યારે ભારતીબેન શિયાળને કોરોના ના લક્ષણો જણાતા હોમ અઈસોલેટ થયા છે. સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજુ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિગેરે પણ કોરોના સંક્રમિત થતાં થયા છે. ભારતીબેન શિયાળ એ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કઢાવવા માટે અપીલ કરી છે.