સાયકલોન વચ્ચે કચ્છની ક્રિક બોર્ડર પર બીએસએફનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ

ભુજ : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની આગાહીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા વાવાઝોડા સામે લડવાના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે, દરિયાકાંઠેથી લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવાઈ છે. તેવામાં સંભવિત સાયકલોન ના પગલે કચ્છના દરિયાઈ વિસ્તારમાં બીએસએફ દ્વારા માછીમારોને જરૂરી સૂચનો અપાયા અને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, સાયકલોનની વચ્ચે ક્રિક બોર્ડર પાકિસ્તાનની નાપાક હરકત ન થાય એ માટે બીએસએફનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી રહ્યા છે.