સામખિયાળી-ભચાઉ હાઈવે પરથી ૧.૯૪ લાખનો શરાબ ઝડપાયો

બોલેરો ગાડીમાં પ૪૦ બોટલ ભરીને જતા શખ્સને સામખિયાળી પોલીસે પકડયો : દારૂ મંગાવનાર મોટી ચીરઈના શખ્સ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો : પોલીસે દારૂ સહિત કુલ્લ ૭.૦૯ લાખનો મુદ્દામાલ કર્યો કબજે

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : તાલુકાના સામખિયાળી – ભચાઉ નેશનલ હાઈવે પરથી સામખિયાળી ટોલ પ્લાઝા પહેલા રોડ પરથી સામખિયાળી પોલીસે બોલેરો જીપમાં લાદેલો ૧,૯૪,૭૦૦/-નો શરાબ ઝડપી પાડયો હતો. સાથે જ એક શખ્સની ધરપકડ પણ કરાઈ હતી. તેમજ દારૂ મંગાવનાર મોટી ચીરઈના એક શખ્સ અને દારૂ ભરી આપનાર બે અજાણ્યા ઈસમો હાજર ન મળતા પોલીસે તેમની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાને પગલે સામખિયાળી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન સામખિયાળી ટોલ પ્લાઝા પહેલા ભચાઉ – સામખિયાળી હાઈવે પરથી પોલીસે જીજે.૩૬ટી ૭૯૬૮ નંબરની બોલેરો જીપ ઝડપી પાડી હતી, જેમાં ભારતીય બનાવટના વિદેશી શરાબની પ૪૦ નંગ બોટલ કિંમત રૂા. ૧,૯૪,૭૦૦/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં આરોપી કાનાભાઈ વેલાભાઈ બઢીયા (ઉ.વ.ર૪) (રહે. જુની મોટી ચીરઈ, તા.ભચાઉ)ની ધરપકડ કરાઈ હતી. આરોપીની પ્રાથમિક પુછતાછમાં ઈંગ્લીશ દારૂ મંગાવનાર તરીકે મહેશ ડાયાભાઈ લોંચા (રહે. જૂની મોટી ચીરઈ, તા.ભચાઉ)નું નામ ખુલ્યું હતું. તો ઈંગ્લીશ દારૂ ભરી આપનાર મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. સામખિયાળી પોલીસની કાર્યવાહીમાં ૧,૯૪,૭૦૦નો શરાબ, રૂા. પાંચ લાખની બોલેરો જીપ તેમજ ૧પ હજારના બે નંગ મોબાઈલ ફોન મળીને કુલ્લ ૭,૦૯,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આવ કાર્યવાહીમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. વી. પટેલ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ, પોલીસ કોન્સ્ટે. ગણેશભાઈ, રમેશભાઈ, ભીખાભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.