સામખિયાળીમાં પાણીના ખાડામાંથી યુવાનની લાશ મળી

0
68

ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આવેલી કલાપૂર્ણ જૈન સોસાયટીની પાછળ આવેલા પાણીના ખાડામાં લાશ જોવા મળતાં અહીં રહેતા વિજયભાઈ સાંખોલ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા સામખિયાળી પીએસઆઈ એન.કે. ચૌધરી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. જયાં તપાસ કરવામાં આવી હતી. ૩૦થી ૩પ વર્ષના આ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરાયું છે. પાણીમાં રહેવાના કારણે લાશ પણ ફુલી ગઈ હતી. જેથી ઓળખ થવી અશકય થવાનો અંદેશો પણ વ્યક્ત કરાયો હતો.