સાંસદ વિનોદ ચાવડાએ કંડલા પોર્ટની મુલાકાત લઈને કરી સમીક્ષા

જોખમી વિસ્તારમાંથી તમામ લોકોનું સુરક્ષિત જગ્યાએ કરાયુ સ્થળાંતર : વાવાઝોડા દરમિયાન અને બાદમાં સર્જાનાર પરિસ્થિતિને પહોચી વળવા કરાઈ તૈયારીઓ

ગાંધીધામ : તૌકતે વાવાઝોડાને પગલે જિલ્લાનું વહિવટીતંત્ર એલર્ટ બની ગયુ છે.દરિયાકાંઠા વિસ્તારો અને બંદરો પર ખાસ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. તેવામાં સાંસદ વિનોદ ચાવડાએ કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી.
પોર્ટ પ્રશાસનના અધિકારીઓ, વહિવટી અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ સંગઠનના આગેવાનો સાથે મળીને સાંસદે કંડલાપોર્ટ પર નિરિક્ષણ કર્યુ હતુ. વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ પર પૂરતી તકેદારી રાખવામાં આવી હોવાનું તેમણેઉમેર્યુ હતુ.કંડલા ઉપરાંત મોરબીના નવલખી બંદરે પણ સતર્કતાના તમામ પગલા લેવાયા છે. બન્ને પોર્ટના અધિકારીઓ સાથે વાત થઈ તે મુજબ પોર્ટ વિસ્તારમાંથી તમામ લકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયુ છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે તમામ સવલતો ઉભી કરવામાં આવી છે. રહેવા, ખાવ-પીવા સહિતની પ્રથમિક સુવિધાઓ ઉભી કરાઈ છે. કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવાની સાથે તમામ કામગીરીઓ કરાઈ રહી છે. વાવાઝોડા દરમિયાન કોઈ પર પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરવા માટે તંત્રની ટીમો સજ્જ છે. વાવાઝઓડા બાદ પણ જે
પરિસ્થિતિ નિર્માણ થાય તેનેપહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલ સાથે પણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. તેમના દ્વારા પણ વાવાઝોડાને લઈને માર્ગદર્શન અપાયુ હતુ, તે મુજબ પગલા લેવામાં આવી રહ્યા છે.પોર્ટ પ્રશાસનના અધિકારીઓ, વહિવટી અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ સંગઠનના આગેવાનો સૌ સાથે મળીને વાવાઝોડાને કારણે ઓછામા ઓછી નુકશાની થાય તેવા તમામ પ્રયાસો હાથધરાયા છે.