સાંતલપુર ૨૩ લાખ દારૂકાંડ : જથ્થો મંગાવનાર ગાંધીધામનો બુટલેગર કોણ? કેમ ન થતી ખુલતા મોટામાથાઓના નામ?

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ એલસીબીએ ગાંધીધામ તરફ આવતા દારૂના મસમોટા જથ્થાને સુઈ-સિધાડા હાઈવે પરથી પકડી પાડયો, એક શખ્સ પણ ઝડપાયો, તો હવે આટલો મોટો દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિકના બુટલેગર અને તેના નેટવર્કનો પણ કેમ ન થાય ખુલાસો

રપ-રપ લાખના દારૂના જથ્થા ગાંધીધામમાં મંગાવાતા હોય અને સબંધિત સ્થાનિક ખાખીધારીઓ અજાણ હોય તે બને ખરૂ? કયા ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓ ગાંધીધામ પટ્ટામા બુટલેગરોને આપી રહ્યા છે છુટોદોર..? એ પણ થવી જોઈએ તપાસ : આ તો પકડાઈ ગયો, પરંતુ જે નહીં પકડાયો હોય, ગાંધીધામમા ઘુસી આવ્યો હશે તે દારૂનો જથ્થો કેટલો?

ગાંધીધામ ૫ટ્ટામાં દારૂના ઠેકા ઉપર વિજીલન્સની રેડ પડી છતાં પણ ગાંધીધામ એ ડિવીઝન વિસ્તારમાં દારૂની બેરોકટોક રેલમછેલની છે ચકચાર : તો ગાંધીધામ એ ડિવીજન વિસ્તારમાં બુટલેગરો કયા ભ્રષ્ટ અને પલળેલા ખાખીધારીના જોરે ફાટીની ચડ્યા છે ફુલેકે ? : ક્યા પોલીસ અધિકારીના સબંધીનો માલ હતો?તે ડી.એસ.પીશ્રી કરાવે તપાસ

ગાંધીધામ : તાજેતરમાં જ કચ્છ-બનાસકાંઠા બોર્ડરના રેન્જ આઈજીશ્રી મોથાલીયાના સીધા નેતૃત્વ હેઠળ પાટણ પોલીસે ગાંધીધામ તરફ આવી રહેલા ર૩ લાખના દારૂ સાથે ૩પ લાખનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડીને જાગતીપૂર્વકની લાલઆંખ કરી દીધી છે અને તેનાથી ગાંધીધામ તરફ આવતા આ દારૂ પર મીટ માંડીને બેઠેલા પ્યાસીઓ સહિતનાઓના મનસુબા પર પણ પાણી જ ફરી જવા પામ્યુ છે. સાંતલપુર પંથકના સુઇગામ-સિધાડા હાઇવે પરથી લાખોનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુ છે. પાટણ ન્ઝ્રમ્ની ટીમે ચોક્કસ બાતમી આધારે પંચો સાથે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સુઇગામ-સિધાડા રોડ પરથી ગાંધીધામ તરફ જતાં આ ટેન્કરને રોકાવી તલાશી લેતાં અંદરથી લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે એક ઇસમ સહિત કુલ કિ.રૂ.૩૩,૨૯,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી સાંતલપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ જીઁ શ્રી અક્ષયરાજે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને જ આ કાર્યવાહી થવા પામી હોવાનુ બહાર આવ્યુ છે. ત્યારે બીજીતરફ હવે અહી સવાલો એ પણ થવા પામી રહ્યા છે કે, પાટણ પોલીસે તો આગોતરી જાગૃતી દેખાડી અને તગડો માલ પકડી લીધો છે પરંતુ આ માલ ગાંધીધામ તરફ લઈ જવામાં આવતો હોવાની વાત બહાર આવી છે ત્યારે સવાલ એ થાય છે કે, ગાંધીધામમાં આટલો મોટો દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર કોણ હતો? ઝડપાયેલા એક શખ્સ પાસેથી તપાસનીશો આ માહીતીઓ ઓકાવી શકશે ખરા? અથવા તો કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી ખુદ ગાંધીધામ પંથકમાં આ દારૂનો જથ્થો આવતો હોવાની વાત પ્રાથમિક રીતે ખુલી છે તો ગાંધીધામ પટ્ટાના સબંધિત વિભાગના ખાખીધારીઓ પાસેથી પુછાણા લેશે ખરા? કે આટઆટલો તગડો દારૂ આ વિસ્તારમાં મંગાવે છે કોણ? ગાંધીધામ પોલીસ આવા પ્રકરણો પર કેમ બાજ નજર નથી રાખી શકતી?લાખોના શરાબ મંગાવાતા હોય અને સ્થાનિકના ખાખીધારીઓ એ બાબતે અજાણ રહ્યા હોય તે વાત માની શકાય ખરી? જો ગાંધીધામના દારૂ મંગાવનારા બુટલેગર સુધી તપાસ લંબાય અને નામો ખુલે તો તેને છાવરનારા ભ્રષ્ટ ખાખીના પલળેલા બાબુઓના ચહેરાઓ પણ બેનકાબ જરૂરથી થવા પામી શકે તેમ છે. છુટપુટીયા દારૂ લઈ આવનારા વાાહનચાલકોને પકડી લેવાય છે પછી સપ્લાય કરનારા કે પછી મંગાવનારાઓ સામે પોલીસે શુ કાર્યવાહી કરી તે સમ ખાવા પુરતી પણ બહાર આવવા પામી શકતી નથી. હકીકતમાં મોટામાથાઓની સામે કડક કાર્યવાહી દારૂના કેસમાં કયારે કરવામા આવશે?