’સસુરાલ સિમર કા ૨’માં ફરીથી ’પ્રેમ’ના રોલમાં જોવા મળશે શોએબ ઈબ્રાહિમ

(જી.એન.એસ)મુંબઈ,દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમના ફેન્સ માટે એક સારા સમાચાર છે. ’સસુરાલ સિમર કા ૨’માં તેમને ફરીથી સિમર અન પ્રેમની કેમેસ્ટ્રી જોવા મળવાની છે. થોડા દિવસ પહેલા જ દીપિકા કક્કડે સીરિયલનો પ્રોમો રિલીઝ કર્યો હતો અને તે પોતે શોનો ભાગ હોવાનું જણાવ્યું હતું.હવે, સીરિયલની પહેલી સીઝનમાં પ્રેમનો રોલ કરનારો શોએબ ઈબ્રાહિમ પણ બીજી સીઝનમાં હોવાની ચર્ચા થઈ રહી છે. જો આમ થયું તો, શોએબ ઘણા વર્ષ બાદ ટીવી સ્ક્રીન પર કમબેક કરતો જોવા મળશે. પહેલી સીઝનમાં સિમર અને પ્રેમના રોલમાં દીપિકા કક્કડ તેમજ શોએબ ઈબ્રાહિમની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ’સસુરાલ સિમર કા’માં બંનેએ પતિ-પત્નીનો રોલ કર્યો હતો અને બીજી સીઝનમાં પણ તેઓ ધમાલ કરવા માટે તૈયાર છે.’સસુરાલ સિમર કા ૨’માં દીપિકા અને શોએબનો રોલ માત્ર થોડા એપિસોડ માટે જ હશે. સીરિયલની શરુઆત દીપિકા અને શોએબથી થશે. જો કે, બાદમાં નવી કહાણી નવી સ્ટારકાસ્ટ સાથે આગળ વધશે. નવી સ્ટારકાસ્ટમાં અવિનાશ મુખર્જી, રાધિકા મુથુકુમાર અને આકાશ જગ્ગા જોવા મળશે.દીપિકા કક્કડે કહ્યું, ’સિમર મારો ભાગ છે તે વાતને મેં હંમેશા જાળવી રાખી છે અને તે હંમેશા મારામાં જીવંત રહેશે. મેં ભલે છ વર્ષ માટે પાત્ર ભજવ્યું હોય, પરંતુ તે મારા માટે આજે પણ જીવંત છે. મારા સાસરિયા આજે પણ મને સિમર કહીને બોલાવે છે. શરૂઆતમાં, શોના કારણે તેઓ મારી સાથે કનેક્ટ થયા હતા. આ સિવાય, કલાકાર તરીકે પણ શોમાં પાછી જઈશ અથવા તે જ માર્ગે ચાલીશ તે અંગે વિચાર્યું નહોતું. હું બ્રેક લેવાના મૂડમાં હતી અને છેલ્લા છ મહિનામાં ઘણા શોને ના પાડી ચૂકી છું. પરંતુ બાદમાં મને સસુરાલ સિમર કા તરફથી ફોન આવ્યો હતો. હું આજે જે કંઈ છું તે મને આ શોએ બનાવી છે’.