સ્વરાજજંગ : જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપની એક જ વર્ગ-સમુદાયને છુટાહાથે લ્હાણીનો સીનારિયો

સ્વરાજજંગ : જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપની એક જ વર્ગ-સમુદાયને છુટાહાથે લ્હાણીનો સીનારિયો

  • જિલ્લાના અન્ય વર્ગ-સમુદાય જાગે..

આને કહેવાય.સામાજિક એકતા..! : અનેકઘણી બેઠકો મળી છતાં કંઈ ન મળ્યા સમાન શાંતિ જાળવી બેઠા છે..! રાજકીય વિશ્લેષકોનો મત

તેરી ભી ચુપ-મેરી ભી ચૂપનો તાલ : જાહેરમાં એક બીજાને ભાંડતા-અડખામણા હોવાનો ડોળ કરતા જિલ્લા ભાજપના આગેવાનો અને સબંધિત સમુદાયના રાજય કક્ષાના મોભીઓ વચ્ચે અંદરખાતે ‘મેળાપીપણાં’ જ હોવાનો ભાજપની ટિકિટ ફાળવણીમાં દેખાય છે વર્તારો

રાજકીય વિશ્લેષકોનો સૂચક ઈશારો : જાહેર કરાયેલી યાદીઓમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં ફાળવાયેલા નવા ચહેરા કે ટિકીટમા જાતિગત ફાળવણી અલગ તારવશો તો કોને મહત્તમ ટિકીટો અપાઈ ગઈ છે તે ચિત્રનુ દુધનું દુધ અને પાણીનું થઈ જશે પાણી : જિ. પંચાયતની ૪૦ બેઠકોમાથી કઈ જાતિ-જ્ઞાતીને  ફાળવાઈ છે મહત્તમ ટિકીટ ?

જીલ્લા પંચાયતમાં પ્રમુખ પદ સ્ત્રી અનામત હોવાથી ભવિષ્યમાં પ્રમુખપદ માટે પણ આ જ વર્ગ બહુમતી-વીશેષ ઉમેદવારોની સંખ્યા તેઓની હોવાનું કહી અને પગ ખોડી જાય તો નવી નવાઈ નહી કહેવાય...!

ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો જંગ મંડાઈ ચૂકયો છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ પણ આ જગને ભરી પીવાની દીશામાં મુરતીયાઓ જાહેર કરી દીધા છે તો વળી બીજીતરફ ટિકિટ ફાળવણીમા આ વખતે પાટીલજીએ જાહેર કરેલા નિયમોએ કઈક ધુરંધરો અને માથાભારેના પત્તા કપાવી દીધા હોવાનો એકતરફ સિનારીયો ઉભાો થવા પામી રહયો છે તો બીજીતરફ કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજયના જાહેર થયેલા ઉમેદવારોમાં નવા ચહેરાઓને જ ઠેર ઠેર સ્થાન અપાયુ હોવાનો સામાન્ય સિનારીયો દેખાય છે અને કઈક મોટામાથાઓ સાઈડલાઈન થઈ ગયા હોવાનુ મનાય છે તેવામાં જ જિલ્લાના પ્રબુદ્ધવર્ગ અને રાજકીય બેડામાં થયેલા એક અભ્યાસમાંથી નવી વાત સામે આવવા પામી રહી હોવાનોે ગણગણાટ થઈ રહ્યો હોવાનું મનાય છે. આ બાબતે અંતરંગ વર્તુળોમાથી થતી ચર્ચાઓની વાત કરીએ તો સ્વરાજયની ચુંટણીમાં ભાજપે કેટલાક નવા નિયમો સાથે સમતોલ રીતે ટિકિટ ફળવાય તેવો પ્રયાસ કર્યો હોવાના દાવાઓ કરવામા આવતા હતા પરંતુ છાના ખુણે કેટલાક કુશાગ્ર રાજનીતીજ્ઞો પ્રદેશે ઘડેલા નિયમો છતા પણ પોતાનુ વર્ચસ્વ એક યા બીજી રીતે શાંતી પૂર્વક સંપ સાથે પોતાના સમુદાયનો અવાજ આ સંસ્થાઓમાં મજબુત બને તથા ખુદ પણ રાજકીય પૃષ્ઠભુમિ પર અડીખમ રહી શકે તેવી રીતે મહત્તમ ટીકીટો મેળવી જવામાં સફળ થયા હોવાનુ ચર્ચાય છે. મુળ વાત પર આવીએ તો ભાજપે ત્રણેય સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ઉમેદવારો જાહેર કરી દીધા છે અને જે લીસ્ટ છે તેમાં જાતિગત ચિત્રની ચકાસણીઓ કરવામા આવશે જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપની એક જ વર્ગ-સમુદાયને છુટાહાદે લ્હાણીનો સીનારિયો સામે આવવા પામી જાય તેમ છે. કચ્છ ભાજપમાં મુરતીયાઓના નામોની જાહેરાત કરવા અસમંજસતા તથા જિલ્લાકક્ષાના મોભીઓ દ્વારા પણ ખુદના સમર્થકોને ગોઠવવાના ચાલેલા ડખ્ખાની વાત પણ સાર્વજનિક રહી છે. મોડી રાતે પાર્લામેન્ટરી બોર્ડે નામોની યાદી સોપી દીધા બાદ તેને જાહેરાત કરવાના બદલે બીજા દિવસે મોડી ઢળતી સાંજે જાહેર કરાયા હતા અને આખો દીવસ ભારે કસમકસ ચાલી હોવાનુ જગજાહેર જ છે. આવામાં કચ્છના ભાજપના દિગ્ગજ નેતા અને રાજય કક્ષાએ પણ હાજરી ધરાવનારા આગેવાનના પત્તા કપાઈ ગયા હોવાનુ કહેવાતુ રહ્યુ હતુ પરંતુ હકીકતમાં આ મોભી ઉપર કક્ષાએથી કે પછી સ્થાનિકે ખુદનુ બળ અને કળ અજમાવીને તેમના સમુદાયને જિલ્લા પંચાયત હોય કે કચ્છ આખાયની તાલુકા પંચાયતો હોય તેમાં ટિકિટ અપાવવામાં સફળ રહ્યા હોય તેમ ટિકિટ ફાળવણીની યાદી જોતા દેખાઈ રહ્યુ છે. રાજકીય તજજ્ઞોની વાત માનીએ તો ભાજપ તરફે કમીટેડ રહેલા જિલલાના અન્ય કેટલાક વર્ગ અને સમુદાય છે કે જેઓને એક પણ ટિકિટની ફાળવણી થવા પામી નથી અને કેટલાક તો ખુલ્લીને આ નારાજગીઓ વ્યકત પણ કરી ચૂકયા છે. આ પ્રકારની નારાજગનો હવે પક્ષને ભોગવવાનો વારો આવવાનો મનાઈ રહ્યો છે ત્યારે ખરેખર એક જ સમુદાય કે પછી વર્ગને વધુ પડતી ટિકિટો ફાળવી દેવાય તેના બદલે આવા વર્ગ અને સમુદાય કે જેઓ તદન બાકાત જ રહી ગયા છે તેવાઓને એકાદ-બે ટિકિટો ફાળવીને સાચવી લેવાનુ કેસરીયા બ્રીગેડના રણનીતીકારોએ કેમ મુનાસીબ ન માન્યુ..? તેવા સવાલો પણ આ તબક્કે થવા પામી રહ્યા છે.