સલમાન ખાન સાઉથના અભિનેતા રામ ચરણ સાથે કામ કરે તેવી શક્યતા

(જી.એન.એસ)મુંબઈ,સાઉથનો દિગ્દર્શક શંકર અને અભિનેતા રામ ચરણ એક ખાસ પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તેમણે સલમાન ખાનનો મહત્વની ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કિયારા અડવાણીને સાઇન કરી લેવામાં આવી છે. રૂપેરી પડદે રામચરણ અને કિયારા રોમાન્સ કરતા જોવા મળવાના છે. ફિલ્મ આરસી-૧૫ સાથે જોડાયેલા રિપોર્ટને સાચો માનીએ તો, રામચરણ અને શંકરે પોતાની ફિલ્મ માટે સલમાન ખાનનો સંકર્પ કર્યો છે. સલમાન ખાન આ ફિલ્મમાં કામ કરવા રાજી થાય છો તે આ ફિલ્મમાં એક મહત્વના રોલમાં જોવા મળશે.રિપોર્ટસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સંકર ઇચ્છે છે કે સલમાન તેની ફિલ્મમાં એક કડક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવે. આ રોલ માટે શંકરની ઇચ્છા છે કે, રામચરણ કરતા પણ ટોચનો કલાકાર હોવો જરૂરી છે. તેથી સલમાન તેને આ પાત્ર માટે તેમને યોગ્ય લાગી રહ્યો છે.ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતું કે, જો સલમના આ ફિલ્મ કરશે તો તે એક પોલીસ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળશે, શંકરને ખાતરી છે કે, સલમાન જ આ ફિલ્મની વાર્તાને રસપ્રદ રીતે આગળ વધારી શકશે. શંકરને આ ફિલ્મ માટે સલમાનના ૨૫-૩૦ દિવસની તારીખો શૂટિંગ માટે જોઇએ છીએ. શંકર અને રામચરણ જલદી જ સલમાન ખાન સાથે મુલાકાત કરવાના છે.