સલમાન ખાન-કેટરિના કૈફે આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’નું શૂટિંગ શરૂ કર્યું

(જી.એન.એસ)મુંબઈ,સલમાન ખાન અને કેટરિના કૈફે તેમની આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’ માટેનું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. આ એક્ટર્સ ફિઝિકલી ચેલેન્જિંગ શૂટ માટે પહેલાંથી જ સજ્જ હતા. મુંબઈમાં યશરાજ ફિલ્મ્સના સ્ટૂડિયો ખાતે શૂટિંગ થઈ રહ્યું છે.એક સોર્સે જણાવ્યું, ‘‘ટાઇગર ૩’નું નવું શેડ્યૂલ યશરાજ ફિલ્મ્સ સ્ટૂડિયોઝમાં ગુરુવારથી શરૂ થયું છે. આ સેટ પરથી કોઈ ફોટોગ્રાફ કે વીડિયો લીક ના થાય એવી એરેન્જમેન્ટ્‌સ કરવામાં આવી છે. આ શેડ્યૂલ તેમજ ઓગસ્ટના મધ્યથી શરૂ થનારા લાંબા ફોરેન શેડ્યૂલમાં સલમાન અને કેટરિનાની ફિટનેસની પરીક્ષા થશે.’
સલમાને પહેલાં જ ઇન્ટેન્સ વર્કઆઉટ સેશનની સાથે આ ફિલ્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રિસન્ટલી તેણે આ ફિલ્મ માટે તેના ઇન્ટેન્સ જિમ સેશનમાંથી તેની એક ઝલક રજૂ કરી હતી. સલમાનના વર્કઆઉટનો આ વીડિયો સો.મીડિયા પર વાઇરલ થયો થયો હતો. આ ફિલ્મમાં સલમાન અને કેટરિના બંનેની દમદાર એક્શન સીક્વન્સીસ હોય એમ જણાય છે.‘ટાઇગર ૩’ એ સક્સેસફુલ ‘ટાઇગર’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. આ આગામી ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનના રોલમાં જોવા મળશે.