(જી.એન.એસ.)મુંબઇ,સલમાન ખાનની ફિલ્મ ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હુડા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ગયા વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી પરંતુ મહામારીના કારણે ના થઈ શકી.સલમાન ખાનની ફિલ્મ ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સલમાને અગાઉ વચન આપ્યું હતું કે તે આ ફિલ્મને ઈદ પર રિલીઝ કરશે. ’ભાઈજાને’ પોતાનું વચન પાળ્યું છે. ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે અને સલમાને શનિવારે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.સલમાને ફિલ્મ ’વોન્ટેડ’નો પોપ્યુલર ડાયલોગ લખીને ફિલ્મનું નવું પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરી છે. સલમાને કહ્યું કે, તેણે ફેન્સને વચન આપ્યું હતું કે, ઈદ ૨૦૨૦માં ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થશે. પરંતુ મહામારીના કારણે ન થઈ શકતો ૨૦૨૧ની ઈદ પર સલમાન ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ લઈને આવી રહ્યો છે.સલમાને ફિલ્મનું પોસ્ટર અને તારીખ શેર કરતાં લખ્યું, “ઈદની કમિટમેન્ટ હતી અને ઈદ પર જ આવીશું કારણકે એકવાર જો મેં….” સાથે જ હેશટેગ સાથે સલમાને જણાવ્યું છે કે ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ૧૩ મેના રોજ રિલીઝ થશે.