સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર, અભિનેતાની ફિલ્મ રાધે આ વર્ષે ઈદ પર થશે રિલીઝ

(જી.એન.એસ)મુંબઈ,કોરોના મહામારીએ એકવાર ફરી ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. અનેક રાજ્યોમાં કર્ફ્યૂ અને આકરા પ્રતિબંધો લાગૂ છે. આ વચ્ચે બોલીવુડને પણ મોટો ઝટકો લાગ્યો છે. ઘણી મોટા બજેટની ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે અનેક ફિલ્મોની રિલીઝ રોકી દેવામાં આવી છે. તો હવે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી પણ ચાલી રહી છે. તો સલમાન ખાનની ફિલ્મ ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર ૨૨ એપ્રિલે સિરીઝ થવાનું છે. દબંગ ખાને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. આ વચ્ચે લાંબા સમયથી સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધેને પણ સિનેમાઘરોની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. સલમાન ખાને ફેન્સને ખુશખબર આપી છે. અભિનેતા પોતાના વચન પ્રમાણે ઈદ પર ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યો છે.
હકીકતમાં પાછલા વર્ષે ઈદ પર આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે સિનેમેઘરોમાં આવી શકી નહીં. આ વખતે પણ ફેન્સને લાગ્યું કે, વધી રહેલા કેસો વચ્ચે સલમાનની ફિલ્મ રિલીઝ થશે નહીં. પરંતુ હવે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ રાધેને ઓટીટી પ્લેટફોર્મ સિવાય સિનેમાઘરોમાં પણ રિલીઝ કરવામાં આવશે. તેને અલગ રીતે રિલીઝ કરવામાં આવી રહી છે, એટલે કે ફિલ્મ ’પે પર વ્યૂ’ મોડલ પર જીપ્લેક્સ અને તમામ ડીટીએચ ચેનલોની પર એક સાથે સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. તેના દ્વારા યૂઝર્સે ફિલ્મ જોવા માટે પૈસા ચુકવવા પડશે. આ સિવાય દેશ-વિદેશમાં જ્યાં સિનેમાઘર ખુલ્લા છે ત્યાં ફિલ્મ ૧૩ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાનની સાથે અભિનેત્રી દિશા પટણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.