સર્વેના અહેવાલ બાદ રાહત સરકાર કરશે મદદ તાઉતથી બાગાયતી ખેતીને મોટુ નુકસાન : આર. સી. ફળદું

ગાંધીનગરઃ તાઉતેથી ગુજરાતમાં ખેતીને મોટુ નુકસાન થયુ હોવાની જણાવી આ બાબતે કૃષિ પ્રધાન આર સી ફળદુંએ કહ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા વાવાઝોડાની ભયાનકતાને જાેઈને પૂર્વતૈયારીઓ કરાઈ તેનાથી માનવજીંદગીઓને નુકશાની આપણે ટાળી શકયા છીએ. જે ખેતીવાડી-પ્રોપર્ટીને નુકસાન થયુ છે તે તો આપણે બેઠા થઈ જઈશુ. જીવહાની થાય તો તેની પૂર્તિ કરવી કપર બની રહે છે. કૃષી વિભાગને લાગે છે ત્યા સુધી બાગાયતી-ખેતી પાકોને નુકસાન થયુ છે તે જાેતા પ્રાથમિક દ્રષ્ટીએ અમારા જીલ્લાના અધિકારીઓ પાસેથી અહેવલો મંગાવાયા છે, ખુબ નુકસાન થયુ હોવાનુ દેખાય છે, સીએમશ્રીના માગદર્શન હેઠળ રાજયના ગ્રામસેવકોની ૪૩૭ ટીમો બનાવી અને જયા નુકસાન છે, તેવા વિસ્તારોના સર્વેની કામગીરી શરૂ કરાવી છે. ઉપરાંત રાજયની નવસારી, આણંદ, દાંતીવાડા  યુનિ.ના વૈજ્ઞાનિકોને પણ કામે લગાડયા છે. અનુભવી ૧૩૮ કૃષી વૈજ્ઞાનિકો ફીલ્ડમાં મોકલાયા છે. રાજયની બાગાયતી ખેતીનુ થયેલ નુકસાન ઝડપથી પુનઃ સ્થાપિત થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકોને પ્રથમ વખત કુદરતી આપદાઅમાં પ્રજાની વચ્ચે પ્રથમ જ વખત મોકલાયા છે. બાગાયતી પાકોમાં ૮૬ લાખ જેટલા કૃષી બાગાયતી પાકો આવેલા છે જેમાથી ૧૬ લાખથી વધુ વૃક્ષોને નુકસાન થયુ છે. ૧૪ ટકા જેટલી જ સર્વેની કામગીરી બાકી છે.