સરહદી કચ્છમાં નિર્લિપ્ત રાય જેવા દિલેર પોલીસ અધિકારીને પોસ્ટીંગ આપો

image description
  • કઈક મુછાળા અધિકારીઓ ન કરી શકયા તે આ યુવા અધિકારીએ કરી દેખાડયું છે

સરહદના જીલ્લા તરીકે કચ્છને હવે ગંભીરતાથી લેવું બહુ જરૂરી છે : હવે તો જેલમાં રહેલા માથાભારે લોકો પૈસાના જોરે ભાગી છુટે છે : આવો ખરાબ સમય આવી ચૂકયો છે પોલીસ માટે.. : એટલે હવે કાયદો- અને વ્યવસ્થાની રક્ષા માટે કડક અધિકારીને મુકવા જરૂરી છે

દબાણકારોની ધરપકડ કરનારા પ્રથમ પોલીસ ઓફીસરથી માંડી અને સુરતમાંથી ગુજરાતના દીવ – દમણની ફેકટરીના લીકરકિંગોનો કડુસલો બોલાવી દેનાર અધિકારીની છબી ધરાવનારા શ્રી રાય કચ્છને માટે તદન બંધબેસતા : ખનીજતસ્કરો, ભુ માફીયા, પાઈપલાઈન તલચોરો, નાર્કોટેરરિઝમ ટોળકી, ચમરબંધી બુટલેઘરો, ઝભ્ભા લેંગાધારીઓના ઈશારો ધંધા ચલાવનારા ધંધાર્થીઓ, ભ્રષ્ટ ખાખીધારીઓની સિન્ડીકેટ સહિતનાઓ શ્રી રોયના આવતા જ થઈ જાય સીધાદૌર

મહીલા ગુન્હેગાર સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ થયાનો ઐતિહાસીક-પ્રથમ બનાવ : કાયદાને લાચાર સમજતી કુખ્યાત સોનું ડાંગર અને શિરાજને અમરેલી એસપી નિર્લિપ્ત રાય દ્વારા હેસિયત દેખાડાઈ : લેડી ડોન બની ફરતી સોનુ ડાંગર અને તેની ગેંગના નવ શખ્સો સામે ગુજરાત આખાયનો બીજો ગુજસીટોક (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈજ ક્રાઈમ એકટ)નો કાયદો શ્રી રાયે કરાવ્યો લાગુ : સોનુ ડાંગર-શિવરાજ વીંછીયા ગેંગનો ન માત્ર અમેરલી પણ, સૌરાષ્ટ્રભરમાં હતો આતંક

અમેરલીના વર્તમાન જ અને પોલીસ સેવાના ટુંકા કાર્યકાળમાં છ વખત ટ્રાન્સફર ભોગવી ચૂકેલા યુવા-કર્મઠ-હિમંતવાન-રાષ્ટ્રપ્રેમી ફરજનિષ્ઠ શ્રી રાયની કચ્છને તાતી જરૂરીયાત

એસપી પદે શ્રીરાયને મુકાય તો કચ્છમાં કઈક ધંધાર્થીઓના તપેલા ચડી જાય : પાઈપલાઈન તેલચોર, મસમોટા બુટલેઘરો, ભંગારતસ્કરો, ટેન્ડર તેલચોરો, કેમીકલની હેરફેર કરનારા, માફીયા બની ફરતા કઈકને ભુર્ગભમાં જ ઉતરી જવાની આવે નોબત

ગાંધીધામ :ગુજરાતમાં આંગળીના વેઠે ગણી શકાય તેવા જાબાંજ અને દીલેર અધિકારીઓ પૈકીના એક એવા અમરેલીના વર્તમાન એસપી નિર્લિપ્ત રાયને ત્રણ વર્ષનો સમયકાળ અહી પૂર્ણ થવાના આરે છે અને હવે તેઓની બદલીના ભણકારા ગાજી રહ્યા છે ત્યારે બીજીતરફ સીમાવર્તી અને સરહદી કચ્છ જિલ્લામાં આવા નીડર-દિલેર-રાષ્ટ્રપ્રેમી યુવા પોલીસ અધિકારીને પોસ્ટીંગ આપવાની સમયોચિત્ત માંગ પ્રબળતા સાથે બહાર આવવા પામી રહી છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો બે પોલીસ બેડામાં વિભાજીત થયા બાદ પણ કચ્છમાં કાયદો વ્યવસ્થાને પડકાર આપતી અનેકવીધ ઘટનાઓ સતત બનવા પામી રહી છે. સરહદી વિસ્તાર હોવાની સાથે અહી કાયદો વ્યવસ્જા મજબુત જાળવવાનો પડકાર પણ યથાવત જ રહી જવા પામી ગયો છે. હાલમાં જ ાપોલીસ જાપ્તામાંથી કેદીઓ ભાગી જવાની ઘટના હોય કે પછી કુખ્યાત બુટલેગરો લીકરકીંગ બનીને ફરતા હોવાની નાબેત, યા તો ખનીજ તસ્કરો અને ભુ માફીયાઓને વર્તાવેલો આતંક જ કેમ ન હોય..પણ પાછલા અમુક સમયમા કચ્છમાં આવા શિરજોર તત્વો માથુ ઉચકી રહ્યા છે. ઝભ્ભા લેંગાધારીઓની છત્રછાયા, ભ્રષ્ટ ખાખીની સિન્ડીકેટના વહીવટદારોની ભાગબટાઈથી ધંધાર્થીઓ ફાટીને ફુલકે ચડી ગયા છે ત્યારે આ પ્રકારની મસમોટી વ્હાઈટકોલર ગેંગને કચ્છમાં તોડી પાડવા માટે જો કોઈ સક્ષમ હોય તો તે નિલિર્પ્ત રોય જ કહી શકાય તેમ છે. આ મામલે સહેજ પૂર્વ વિગતો સાથે વાત માંડીએ તો ડીસેમ્બર ર૦૧૭ની ચુંટણીઓમાં અમરેલી જિલ્લામા વિધાનસભાની પાંચેય બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હતી. પરેશ ધાનાણીને વિપક્ષના નેતાનુ પદ મળ્યા બાદ અમેરલીમા સરકાર વિરોધી ચળવળને નિયંત્રિત કરવા ભાજપના નેતઓએ જ સીએમ સમક્ષ કડક ડીએસપી માંગ્યા હતા. તે બાદ ગૃહમંત્રીએ જુન ર૦૧૮મા આઈપીએસ નિર્લિપ્ત રાયને અહી મુકયા હતા. અને આ અધિકારી સ્થાનિક લોકો અને સરકારની અપેક્ષામાં પણ બખુબીથી ખરા ઉતર્યા હેાય તેમ અમેરલીમાં કાયદાનો સપાટો બોલાવી દેતા ભલભલા ચમરબંધી ગુન્હેગારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામી ગયો હતો. દરમ્યાન જ હવે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આગામી બે માસ બાદમાં નિર્લિપ્ત રોયને અમરેલીમાં ત્રણ વર્ષ પુરા થવા પામી રહ્યા છે એટલે તેમની ટ્રાન્સફર થવાનુ નકકી જ થઈ ગયુ છે. બીજીતરફ કચ્છની સ્થીતી ઓર્ગેનાઈજડ ક્રાઈમથી લઈ અને ખનીજમાફીયાઓ તથા લેન્ડ ગ્રેબીંગ-ભુમાફીયાઓથી લઈ અને દારૂના બુટલેગરોએ માજા જ મુકી દીધી હોવા સમાન થઈ છે તેવામાં હવે ૧૬ મહીના પછી વિધાનસભા ચુંટણીઓ આવી રહી છે ત્યારે સરકારે પોલીસ માફરતે કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા હોય અને કચ્છને ખુદનો ગઢ સમાન જાળવી રાખવો હોય તો જે રીતે અમરેલીમાં ભલભલા ઝભ્ભાલેંગાધારીઓને સીધાદોર કરી દીધા, ભ્રષ્ટ ખાખીધારીઓની સિન્ડીકેટ તોડી નાખી, ધંધાર્થીઓને ભુર્ગભમાં ઉતારી દીધા તેવી જ રીતે કચ્છમાં પણ સ્થિતી કાયમ કરવી હોય તો નિર્લિપ્ત રાય જેવા જાબાંજ-નીડર-હીમંતવાન અધિકારીનું વિના હિચકિચાટ અહી પોસ્ટીંગ કરવુ જોઈએ તે સમયની માગ બની રહી છે. નોધનીય છે કે, જયારે કાયદાને સાબિત કરનારા અધિકારીઓ નબળા પુરવાર થાય ત્યારે કાયદા પર ગુન્હેગારો હાવી બની જતા હોય છે. પરંતુ એકાદ પ્રમાણિક પોલીસ અધિકારી મેદાનમાં ઉતરે એટલે ગુન્હેગારોને તેમની હેસિયતની ખબર પડી જતી હોય છે. કોણ કહે છે, ગુજરાત પોલીસનું નૈતિકબળ ગુન્હેગારોના ઉંબરે જ મુકાઈ ગયુ છે અને મુઝરા કરતુ જોવાય છે..! હાલમાં એક યુવા અધિકારી કે જેઓ કાયદાના ભોગે કોઈ જ વાત ચલાવી લેવા તૈયાર ન હોય તેવો હિમંતભર્યો કાર્યકાળ ધરાવી રહ્યા છે. હા, અહી આપણે વાત કરીએ છીએ વર્તમાન અમરેલીના એસપી પદે સેવારત રહેલા પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયની તેઓ છ વર્ષમાં છ વખત ટ્રાન્સફર ભોગવી ચુકયા છે અને તેના માત્રથી જ તેઓની કાર્યનિષ્ઠાનો અંદાજ આવી શકે તેમ છે. અમદાવાદ, સુરત, આઈબી સહિતના ક્ષેત્રોમાં ધાક બેસાડતી યાદગાર કાર્યવાહી કરનાર એસપી નિર્લિપ્ત રાયના નામ માત્રથી હાલમાં અમરેલીની ગુન્હાખોરી આલમ ફફડી ઉઠે છે. તેઓએ માફીયા અને ડોન ફરી બનતા તત્વોને ‘ગુજસીટોક’ જેવા કાયદાઓ અમલી બનાવીને નેસ્તનાબુદ જ કરી દીધા છે ત્યારે બીજીતરફ હવે આ જાબાંજ અધિકારીનો અમરેલી એસપીનો સેવાકાળ ત્રણ વર્ષનો સંપન્ન થવાના આરે જ છે અને તેઓની બદલી થવાની સ્થિતી જોવાઈ રહી છે ત્યારે બીજીતરફ દેશના છેવાડાના છતા પણ સુરક્ષાની દ્રષ્ટીએ અતિ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા સરહદી કચ્છ જિલ્લામાંથી જાણકારો દ્વારા માંગ કરાઈ રહી છે કે, અમરેલીના એસપી નિર્લિપ્ત રાય જેવા અધિકારીને આ જિલ્લામાં નિમણુંક આપો. અહી યાદ અપાવી શકાય કે, સત્તામાં રહેલાઓને આ અધિકારી કયાંક ને કયાંક ફરીથી અમરેલીમાં આંખમાં કણાની માફક ખુંચી રહ્યા હોવાની વાત પણ બહાર આવી રહી છે તેવા સમયે પાકીસ્તાનની સરહદને અડીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં હકીકતમાં આવા અધીકારીને નિમણુક આપવી ઘટે. અતરંગ વર્તુળોની વાત માનીએ તો , નિર્લિપ્ત રાય એક તો યુવાન, કર્મનિષ્ઠ, કાયદાને વરેલા અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓ કોઈ પણ પ્રકારની શેહશરમ અથવા તો સાડા બારી પણ રાખતા નથી. તેઓના પાછલા ટુંકા કાર્યકાળમાં કઈક ચમરબંધીઓને કાયદાનું ભાન કરાવી દીધુ છે. હાલના સમયે સીમાવર્તી કચ્છમાં પણ બુટલેઘરો, તેલચોરો, ઘુસપેઠીયાઓ, નાર્કોટેેરરિજમને અંજામ આપનારાઓના ઘટનાક્રમો સતત સામે આવતા જ રહે છે. જો નિર્લિપ્ત રાય જેવા અધિકારીને કચ્છ જેવા સીમાવર્તી વિસ્તારમાં નિમણુંક આપવામાં આવે તો કઈકને માટે રાહત થઈ શકે તેમ છે. તેઓના ધોકકાની ધાકથી ધંધાર્થીઓ તો ભુર્ગભમાં જ ઉતરી જાય તેમ છે સાથોસાથ પ્રજાજનો અને સરકારને માટે પણ સીમાવર્તી સુરક્ષાનો વિષય વધારે સરળ બની શકે તેમ છે. હાલના સમયે નિર્લિપ્ત રાયની બદલીનો સમય પણ થવા પામી ગયો છે તો બીજીતરફ તેઓની સામે અમરેલીમાંથી જયારે સ્થાપિત હિતોના પેટમાં ચૂક ઉપડી રહી છે અને વિરોધની રજુઆતો થતી હોવાનુ મનાય છે ત્યારે ખરેખર આવા અધિકારીનું પોસ્ટીંગ કચ્છ જેવા જિલ્લામાં થાય તેવી માંગ અહીથી પ્રબળ રીતે ઉઠવા પામી રહી છે.

  • અમરેલી ઉપરાંતની શ્રી નિર્લિપ્ત રાયની ધાક બેસાડતી કામગીરીનો આ રહ્યો એકસ-રે..!

ગાધીધામ : શ્રી નિર્લિપ્ત રાયની કાયદાકીય કડકાઈ અને કારકીર્દી સફરની ટુંકમાં વાત માંડીએ તો આ યુવા ફરજનિષ્ઠ કર્મઠ અધિકારી પાછલા છ વર્ષમાં તેઓએ છ વખત બદલીઓના સ્થળ જોઈ લીધા છે. દિલ્હી યુનવસિર્ટીમાંથી પ્રોફેસર અને આઈઆરએસ અધિકારી નિર્લિપ્ત રાય ર૦૧૦માં પોલીસ સેવાથી જોડાયા હતા. તેઓનો પ્રોબેશન કાળ હિમંતનગરમાં નિયુકિત સાથે શરૂ કરાયો હતો તે વખતના ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ દ્વારા શ્રી રાયને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એસીપી તરીકે મુકવામાં આવ્યા હતા. અજમાયશી એક વર્ષના કાર્યકાળ બાદ નિર્લિપ્ત રાયને અમદાવાદ ઝોન સાતમાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેઓના આ કાર્યકાળમાં તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશ્નર શિવાનંદ ઝા દ્વારા શ્રી રાયને આદેશ આપવામાં આવ્યો કે, કુખ્યાત બુટલેઘર કમલેશ ભાયાની ગુફામાં જઈને દારૂનો મોટો દરોડો પાડો. તે વખતે રાય પર દરોડો પાડતી વેળાએ હુમલો થવા પામ્યો હતો અને અમદાવાદ પોલીસના આંતરીક રાજકારણની ખટપટ્ટમાં તેઓને અમદાવાદ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર પદે નિયુકિત કરવામા આવ્યા હતા. પરંતુ કહેવાય છે ને “મન હોય તો માળવે જવાય”. શ્રી રાય તો અહી પણ અરજદારોને રૂબરૂમાં એક પછી એક મળવાની પ્રથા અમલી બનાવી દીધી હતી અને તેમની પાસે એક દલિત સમુદાયનો વર્ગ રજુઆત માટે આવ્યો જેઓએ જણાવ્યુ કે, સરકાર દ્વારા દલિત સમુદાયને પ્લોટ ફાળવી દેવાય છે પરંતુ તે એક યા બીજી રીતે તેના પર અન્ય જ કોઈ કબ્જાઓ ધરાવી રહ્યા છે. અને લાંબા સમયથી કોઈ તેની સામે પગલા લેતા નથી. બસ તે બાદ શ્રી રાય દ્વારા જે લોકોએ ગેરકાયદેસર પ્લોટ પર કબ્જા જમાવ્યા હતા તેવાઓની સીધી ધરપકડ જ કરવાનું શરૂ કરી દીધુ હતુ અને તેનાથી મસમોટા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામી ગયો હતો. અહી યાદ અપાવી શકાય કે કોઈ પોલીસ ઓફિસર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરાઈ હોય તેવો સંભવત પ્રથમ કિસ્સો જ બન્યો હતો. પરંતુ નિર્લિપ્ત રાય તે બાદ અમદાવાદ જિલ્લાના ડીસીપી પદે ન રહી શકયા અને તેઓને સુરતના ડીએસપી બનાવાયા હતા. મજાની વાત તો એ છે કે, નિર્લિપ્ત રાય દ્વારા તે વખતે ગુજરાત આખાયમાં બુટલેઘરોને દારૂનો સપ્લાય કરનાર એન્ટ્રી પોઈન્ટ બનેલા વલસાડરૂટને જ ઠપ્પ કરાવી દીધો હતો. માથાભારે અને મુખ્ય મોટા બુટલેઘરો વલસાડ-સુરત થઈને જે ગુજરાતમાં દીવ-દમનનો મોટો દારૂ ઘુસાડતા હતા તેને અટકાવવા માટે સુરત ખાતેના કાર્યકાળમાં નિર્લિપ્ત રાય દ્વારા આઈજીપીશ્રી શમશેરસિંગના માર્ગદર્શન સાથે દીવ-દમણ સુધી દારૂ-આલ્કોહોલની ફેકટરીઓ સુધી જ પહોંચી ગયા અને અહી દારૂની હેરફેર સદંતર જ બંધ કરાવી દીધી હતી. પરંતુ દારૂબંધી પર પોપટની જેમ રટણ કરનારા તત્કાલીક ગુજરાત સરકારને ભાન થયુ કે, આ અધિકારીને સુરતમાં મુકવાથી બુટલેગરોની કેવી બુરેવલ્લે કરી દીધી હતી અને તરત જ નિર્લિપ્ત રાયને આઈબીમાં ડીસીપી પદે બદલવામાં આવ્યા હતા. જોતજોતામાં અમરેલી એસપી સહિતના ટોંચના અધિકારીઓ ગુજરાત સહિત ભારતભરમાં ખળભળાટી મચાવી દેનાર બીટકોઈન ખંડણી કેસમાં ઉછળતા અમરેલી એસપીની જગ્યા સતત ખાલી રહી જવા પામી હતી અને તેથી ગુજરાત પોલીસને પોતાની છબી ઉજળી કરવાની તક દેખાતા અંતે અમરેલી એસપી પદે શ્રી નિર્લિપ્ત રાયને મુકયા હતા. છ વર્ષમાં નિર્લિપ્ત રાયની આ છઠ્ઠી બદલી થવા પામી ચૂકી હતી. અમરેલીમાં એસપી કાર્યકાળ પદે નિર્લિપ્ત રાયની કાયદાકીય ધાકથી એકતરફ ગુન્હેગાર આલમમાં ફફડાટ જ ફેલાયલો છે તો પ્રજાજનોમાં મોટો હાશકારો વર્તાઈ રહ્યોે છે. કહેવાય છે કે, શ્રી રાય કયારે પણ પોતાના ટોપ સીનિયર અધીકારીઓ કે પછી કોઈ પણ રાજકીય આગેવાનોની કોઈ પણ વાત કાયદાના ભોગે કયારે માનતા નથી. અમરેલીમાં તેઓએ ગુજસીટોક જેવા કાયદાની કરેલી અમલવારી હાલમાં તમામ મોરચેથી અભિનંદન વર્ષાને પાત્ર બની રહી છે.

  • શ્રી‘રાય’ને કચ્છમાં મુકવામાં આવે તો

હરખપદુડાં રાજકારણી-ભ્રષ્ટ ખાખીધારી- કુખ્યાત બુટલેગરો થઈ જાય સીધાદૌર
ગાંધીધામ : શ્રી રાયને કચ્છમાં મુકાય તો સૌરાષ્ટ્રની તેમની ધાક બેસાડતી કામગીરીનો અનુભવ અને કચ્છમાં વાગડને દારૂના એપીસેન્ટર બનાવતો અટકાવવામાં તથા કચ્છથી સૌરાષ્ટ્રની દારૂની સિન્ડીકેટ- લીકરમાફીયા તોડવામાં પણ મોટી મદદ થવા પામી જાય તેમ છે. કચ્છમાં હાલના સમયે એક પછી એક તહોમતદારો પોલીસ જાપ્તામાથી નાશી જવાની ગંભીર ઘટનાઓથી લઈ અને દારૂના મસમોટા ઠેકાઓ સહિતના ધંધાઓ મોટાપાયે ધમધમી ઉઠયા છે તો વળી આર્ગેનાઈજડ ક્રાઈમે પણ અહી માજા મુકી દીધી હોવાના પણ ઘટનાક્રમો તાજા જ રહેલા છે. ગુજરાતના યુવા પોલીસ અધિકારી નીર્લિપ્ત રાય દ્વારા જે રીતે સૌરાષ્ટ્રમાં લીકરમાફીયાઓને દુળ ચાટતા કરી દીધા છે તેવી જ રીતે તેઓને જો કચ્છમાં મુકવામાં આવે તો આખાય રાજયને માટે દારૂના હબની મોટી લીંક ભાંગે તેમ છે. જાણકારો દ્વારા કહેવાય છે કે, કચ્છમાં હાલના સમયે વાગડ દારૂનો હબ બની જવા પામી ગયો છે અને આ દારૂનો જથ્થો વાગડથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી છેટ ફેલાઈ જવા પામી ગઈ હોવાની સ્થિતી સર્જાયેલી છે. અહી એક મોટી લીંક અને સિન્ડીકેટ સર્જાયેલી છે. આવામાં જો શ્રી રાયને અહી મુકવામાં આવે તો વાગડથી સૌરાષ્ટ્ર સુધીની દારૂની લીકર માફીયાઓની મોટી લીંક તુટી શકે સાથોસાથ જ ભ્રષ્ટ ખાખીની વહીવટદાર સિન્ડીકેટ પર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય તેમ છે.