સરહદના સંત્રીઓને પરિવાર સાથે છે એવો ભાવ જાગે તેનો આ પ્રયાસ – અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

0
35

ધર્મશાળા બી.એસ.એફ.ના જવાનો સાથે મહિલાઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી દેશની રક્ષા કરનારની રક્ષાની પ્રાર્થના કરતી બહેનો

હર ઘર તિરંગા અંતર્ગત જવાનોને  સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ તિરંગા અર્પણ કર્યા

આજરોજ કચ્છ સરહદ પરની ધ ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને રાખડી બાંધી હતી.

આ તકે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને અમે રાખડી બાંધી છે. ખડેપગે દેશની રક્ષા કરનાર સરહદના સંત્રીઓ વારતહેવારે અને ખાસ તો રક્ષાબંધનના પવિત્ર પર્વે તેઓ પરિવાર સાથે છે એવો ભાવ જાગે તે માટે આ પર્વ આનંદભેર મનાવીએ છીએ. દેશની રક્ષા કરનારની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના અમે આ તકે કરીએ છીએ.

આ તકે ડે.કમાન્ડરશ્રી ચેતન ઘરે પોતાનો હર્ષ વ્યકત કરતા સૌનો આભાર વ્યકત કરી રક્ષાબંધન પર્વ માટે લાગણી વ્યકત કરી હતી તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તિરંગાના આન બાન શાન માટે દેશવાસીઓના ગૌરવને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા તેમજ જિલ્લાની અગ્રણી મહિલા કાર્યકરોએ પણ સરહદના જવાનોને રાખડી બાંધીને તેમજ મોં મીઠું કરાવીને તેમના રક્ષણની પ્રાર્થના કરી હતી

આ તકે હર ઘર તિરંગા અંતર્ગત જવાનોને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ તિરંગા અર્પણ કર્યા સર્વશ્રી દિલીપભાઇ દેશમુખ, મહેન્દ્રભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, હરિભાઇ જાટીયા, અનિરુધ્ધભાઇ દવે, ડો.મુકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, ભુજ નગરપાલિકાના ઉપ પ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણીરશ્મીબેન ઝવેરી, જયંતભાઇ ઠકકર, શિતલ શાહ, હિતેશ ખંડોર સહિત શહેરના અગ્રણીઓ, નગરજનો અને શાસક પક્ષના કાર્યકરોઉપસ્થિત રહયા હતા.