સરકાર કહે છે બીનજરૂરી ઘરેથી બહાર ન નિકળો, બીજી તરફ ભાજપે તેના તમામ નેતાઓને દિલ્હી બોલાવ્યા

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેર ધીમી પડ્યાની સાથે જ ભાજપે ફરી એકવાર તેની ચૂંટણી ફોર્મમાં પરત ફરી રહી છે. એક બાજુ ભાજપના મોટા નેતાઓને સમીક્ષા માટે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ દિલ્હીમાં સમીક્ષા બેઠક માટે પાર્ટીના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ અઠવાડિયે દિલ્હીમાં મોટી સમીક્ષા બેઠક યોજી શકે છે, જેમાં આખા દેશમાંથી ભાજપના નેતાઓ સામેલ થશે. આ બેઠકમાં તમામ રાજ્યોના ભાજપ મહાસચિવ અને પ્રભારી સામેલ થઇ શકે છે. આ બેઠકનો મુખ્ય મુદ્દો એ  પડકારનો સામનો કરવાનો હશે, જેના કારણે સરકારની ટીકા થઇ છે. કોરોના સમયગાળા દરમિયાન અવ્યવસ્થાને કારણે લોકો મોદી સરકારથી નારાજ જાેવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં પક્ષ તેમની છબી સુધારવા માટે વધુ વ્યૂહરચના તૈયાર કરી શકે છે. કોરોના સંકટ દરમિયાન પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી હાર પછી ભાજપ હવે કોઈ બાંધછોડ આપવા નથી માંગતી. તેને જાેતા દિલ્હીમાંથી બે નેતાઓને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા. જાેકે સમીક્ષા પછી બીએલ સંતોષે જણાવ્યું કે યૂપીમાં બધુ બરોબર છે. આગામી વર્ષે એટલે કે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં યોગી સરકારની પણ આકરી ટીકા થઇ રહી છે.કોરોના સમયગાળામાં ભાજપે તેના કાર્યકર્તાઓને પણ ગુમાવ્યા છે. પાર્ટીએ પ્રાંત કક્ષાએ ચાર સભ્યોની કમિટીની રચના કરી જણાવ્યું કે જે જીવ ગુમાવનારા કાર્યકરોના પરિવારની મદદ કરવામાં આવશે. નડ્ડાએ દિવંગત કાર્યકરોની યાદી મંગાવી છે. આ કામ સૌથી પહેલા ઉત્તરાખંડથી શરૂ થયુ. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી નજીક છે અને તેના પહેલા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને પદ પરથી હટાવી તીરથ સિંહ રાવતને રાજ્યની કમાન સોંપવામાં આવી છે.