સરકારે મગની ટેકાના ભાવે ખરીદી ન કરતા ખેડૂતોને એક કિલોએ ૩૫ની ખોટ

vietnamfoodstuff.com

(જી.એન.એસ)ગાંધીનગર,મગના ઉનાળું વાવેતરમાં ખેડૂતોને ભાવ ન મળવાના કારણે કરોડોનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ટેકા કરતાં પણ નીચા ભાવે ખેડૂતો વેચી રહ્યાં છે. ૬૦ હજાર હેક્ટરમાં ૩.૬૦ કરોડ કિલો મગ પાકવાની ધારણા છે. એક કિલોના ૯૫ ભાવ મળતો જોઈતો હતો. તેના સ્થાને એક કિલોના રૂ.૬૦ માંડ મળે છે. આમ એક કિલોએ રૂપિયા ૩૫ની ખોટ જઈ રહી છે. કુલ ખોટ રૂ.૧૨૬ કરોડની ખોટ ગણી શકાય છે.
તેની સામે આ વર્ષે સામાન્ય લોકો મગ સસ્તા ખાઈ રહ્યા છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઊનાળું વાવેતર ગયા વર્ષ ૨૦૨૦ના ૪૫ હજાર હેક્ટરથી ૧૮૫ ટકા વધીને ૨૦૨૧ના ઉનાળામાં ૬૦ હજાર હેક્ટર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ ૩૨ હજાર હેક્ટર વાવેતરની રહી છે. તેનાથી બે ગણું વાવેતર થયું હતું. સરકારે ખરીદી કરી નથી.મગનો ૨૦ કિલોનો માર્ચ ૨૦૨૧નો ભાવ ૧૬૦૦-૧૭૦૦ની આસપાસ હતો. તેથી ખેડૂતોએ વાવેતર વધારી દીધું અને સરકારે ઉપગ્રહની મદદથી ખેડૂતોને વાવેતર કરવા કે ન કરવાની સલાહ પણ આપી ન હતી. તેથી વાવેતર વધી ગયું હતું.હાલ મગની આવક શરૂ થતાં જ વેપારીઓએ ૧૬૦૦ના ભાવમાં ૨૫ ટકા ગાબડું પાડીને રૂ.૪૦૦ ઘટાડીને ૧૨૦૦ કરી દીધા છે.રાજ્યમાં સૌથી વધું વાવેતર જૂનાગઢમાં ૯૦૦૦ હેક્ટર, સોમનાથમાં ૬૮૦૦, પોરબંદરમાં ૩૪૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ ૩ જિલ્લાના ખેડૂતો ભાવફેર અને વાવાઝોડાના કારણે પીટાઈ ગયા છે.સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં ૨૮ હજાર હેક્ટર, દક્ષિણમાં ૪૩૦૦ હેક્ટર, મધ્ય ગુજરાતમાં ૩૨૦૦ હેક્ટર અને ઉત્તર ગુજરાતમાં ૨૬૦૦ હેક્ટર વાવેતર થયા હતા. આમ સૌરાષ્ટ્રમાં રાજ્યના કુલ મગના વાવેતરના ૫૦ ટકા વાવેતર થયા હતા. જ્યાં વાવાઝોડું આવતાં મગનો પાક ખરાબ થઈ ગયો હતો.૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦માં ખરીફ અને રવિનું દેશમાં સરેરાશ ૫૦૦ કિલોનું ઉત્પાદન હેક્ટરે મળીલું છે. ૨૧ લાખ ટન ઉત્પાદન અને ૪૩ લાખ હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. જેમાં ગુજરાતમાં ૫૭૧ કિલોની ઉત્પાદરકતા મળે છે. ૩ ઋતુમાં થઈને ૧.૩૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં ૭૮ હજાર ટન ઉત્પાદન સરેરાશ થાય છે.
દેશના ૭ રાજ્યો એવા છે કે જ્યાં હેક્ટરે ૧ હજાર કિલો મગ પાકે છે. પણ ગુજરાતમાં તેનાથી અડધી ઉત્પાદકતા મળે છે. જેમાં ખેડૂતોને મોટો માર પડે છે. સારા બિયારણો ગુજરાતમાં વિકસાવવાની જરૂર છે. કારણ કે ટોપના રાજ્યોમાં ગુજરાતનું ક્યાંય સ્થાન નથી.