સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઓનલાઇન લાઇવ ઉજવણી

YOGA AT HOME, YOGA WITH FAMILY અન્વયે ઘરે જ યોગા થઇ શકે તેવું આયોજન

૨૧મી જુન ૨૦૨૧ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સોશિયલ ડિસ્ટન્સીંગ અને સરકારશ્રીની અન્ય ગાઇડલાઇનને અનુસરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની થાય છે. આ વરસની “YOGA AT HOME, YOGA WITH FAMILY” ને ધ્યાને લઇ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં સોશિયલ પ્લેટફોર્મ ફેસબુક લાઇવ (ફેસબુક પેજ- GOVERNMENT AYURVED HOSPITAL BHUJ) દ્વારા ભાગ લેનારે પોતાના ઘરે બેસીને યોગાસન કરવાના રહેશે. તા.૧૬/૬/૨૦૨૧ થી તા.૨૩/૬/૨૦૨૧ દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતેના આયુષ વેલનેસ સેન્ટરના યોગ નિષ્ણાંત સમીરભાઇ સોલંકી દ્વારા દરરોજ સવારે ૭.૩૦ કલાકે કરાવવામાં આવશે. તેમજ તા.૨૧/૬/૨૦૨૧ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સરકારશ્રીના પ્રોટોકોલ મુજબના યોગાસન કરાવવામાં આવશે. જેમાં ભાગ લેનારે તેમના નામ, ગામનું નામ અને મોબાઇલ નં. ને હોસ્પિટલનાં મોબાઇલ નં.૯૪૦૮૪૩૯૫૯૯ પર વોટસ એપ કરવાના રહેશે તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.