સરકારના પ્રોત્સાહનથી કચ્છના સુડી-ચપ્પાને દેશ- વિદેશમાં મળ્યું માર્કેટ

0
19

૭ પેઢીથી પરંપરાગત લોહારી કામ કરતા ઇબ્રાહીમ લોહારને સરકારે માર્કેટીંગ પ્લેટફોર્મ આપતા ગ્લોબલ માર્કેટ સુધી પહોંચ વધી

કચ્છનો સુડી- ચપ્પાનો વ્યવસાય ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ સમયાંતરે સાધનોની બદલાતી માંગ તથા યોગ્ય બજાર ન મળતા કારીગરોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સરકાર દ્વારા આવા કારીગરોને આર્થિક સહાય સાથે વેચાણ – પ્રદર્શનમેળામાં માર્કેટીંગ પ્લેટફોર્મ આપવામાં આવતા આ પરંપરાગત વ્યવસાયને એક નવું બળ મળ્યું છે. આ વ્યવસાય સાથે જોડાયેલા પરીવારોની રોજગારીમાં વધારો થયો છે.

સરકાર દ્વારા આયોજીત વેચાણમેળામાં ભાગ લેતા નાના રેહાના ઇબ્રાહીમ ગુલામ હુસેન લોહાર જણાવે છે કે, અમે ૭ પેઢીથી ચાકુ, સુડી, ચપ્પા, તલવાર, ઘર વપરાશની અન્ય ચીજો, કાતર, છરી તથા લોહારી કામના અન્ય સાધનો બનાવીએ છીએ. અગાઉના સમયમાં હાથ બનાવટના આ સાધનોની ખુબ માંગ હતી. પરંતુ વર્તમાન સમયમાં મશીનથી બનતી ચીજો માર્કેટમાં આવી જતાં અમારી રોજગારીને અસર પડી છે. નવી પેઢી આ વ્યવસાયથી દુર જવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સરકાર દ્વારા આ વ્યવસાયને જીવંત રાખવા, બજારની માંગ મુજબ ચીજો બનાવવા પ્રોત્સાહન આપવા સાથે માર્કેટીંગ માટે દેશમાં વિવિધ વેચાણમેળામાં સ્થાન આપવામાં આવતું હોવાથી આ વ્યવસાયની કદર થઇ છે. દેશના લોકો આ કારીગરી સાથે પુન: જોડાયા છે.     

હું અત્યાર સુધી  દેશના વિભન્ન રાજયો મુંબઇ, બેંગ્લોર તથા ગુજરાતના અન્ય શહેરો રાજકોટ, સુરત, અમદાવાદ,  વગેરે જગ્યાએ પ્રદર્શન અને વેચાણ કરી ચુકયો છું . સરકારના પ્રોત્સાહનથી અમારી પ્રોડકટને ગ્લોબલ માર્કટ પ્રાપ્ત થયું છે. કચ્છ બહાર અમારી કલા-કારીગરીની પહોંચ વધી છે.  ઓનલાઇન માલ પણ લોકો મંગાવતા થયા છે સાથે જ અમને ગ્રાહકોની આજના સમયને અનુરૂપ શું જરૂરીયાત છે તેની પણ જાણ થઇ છે. આ બધું સરકારના પ્રોત્સાહન અને સહાયને આભારી છે જે બદલ હું અને મારો પરીવાર સરકારના આભારી છીએ.