પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ પાલીકામાં વિજેતા બનેલા સીંધી સમાજના ઉમેદવારોનું કરાયું વિશિષ્ટ દબદબાભેર બહુમાન : ૪૧સંસ્થાઓ-એનજીઓ દ્વારા સમાજના તેજસ્વી નગરસેવકોને ભવ્ય સમારોહ યોજી અપાયું અદકેરૂ સન્માન

ગાંધીધામ : જે સમાજમાંથી ઉછર્યા અને વિકાસ પામ્યો છે તે સમાજનું ઋણ તો કદાપિ ચૂકવી શકાતુ નથી પરંતુ સમાજમાંથી જે માન-સન્માન-પ્રતિષ્ઠા-લાગણીઓ પામ્યા છીએ તે સમાજને જરૂરથી પરત આપી શકાતી હોય અને અમે પણ નગરપાલિકાની ચુંટણીમાં વિજેતા થયા છીએ તેમાં સૌ મતદારો અને પક્ષના કાર્યકર્તાઓની સાથોસાથ જ સમાજની લાગણી-આત્મીયતા, સહકાર અને આર્શીવાદના તેટલા જ ઋણી રહ્યા છીએ. આગામી સમયમાં સમાજ જયારે પણ હાકલ કરશે ત્યારે સમાજની સેવા માટે સદાય તત્પરી રહીશુ. સમાજની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવા સદાય ખડેપગે રહીશુ તેવો વિશ્વાસ અને આશાવાદ પૂર્વ કચ્છની ગાંધીધામ નગરપાલિકામાં સીંધી સમાજના ચુંટાયેલા આઠ નવનિયુકિત કાઉન્સીરોએ ખુદના થયેલા ભવ્ય સન્માન અને બહુમાનના પ્રત્યુત્તર વેળાએ વ્યકત કર્યો હતો.કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ નગરપાલિકાની હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં સિંધી સમાજના ૮ લોકો નગરસેવક તરીકે જંગી બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યા છે ત્યારે સિંધી સમાજ દ્વારા આ તમામ નવનિયુક્ત નગરસેવકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મધુબન હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ નવનિયુક્ત નગરસેવકોને સમાજ માટે સદાય ખડે પગે રહેવા અપીલ કરાઈ હતી.આ અંગેની વિગતો મુજબ ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણીમાં સિંધી સમાજના ૮ લોકો નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે સમાજના પ્રમુખ કુંદનકુમાર ગવાલાણીના અધ્યક્ષ સ્થાને ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં ૪૧ સંસ્થાઓ તેમજ એનજીઓ જોડાઈ હતી. ગાંધીધામ નગરપાલિકામાં સિંધી સમાજના ભોલાભાઈ ચંદનાણી, દિવ્યાબેન નાથાણી, મનોજભાઈ મુલચંદાણી, ઉષાબેન મીઠવાણી, મમતાબેન આહુજા, કમલેશભાઈ પરીયાણી, દિનેશભાઈ લાલવાણી, ઈશિતાબેન ટીલવાણી જંગી બહુમતિ સાથે ચૂંટાઈ આવી સમાજનું ગૌરવ વધાર્યું છે. તમામ નવનિયુક્ત નગરસેવકોનું શાલ ઓઢાળી, બુકે આપી ભવ્ય સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહ બદલ તમામ નગરસેવકોએ સમાજના પ્રમુખ તેમજ સન્માનમાં જોડાયેલ સંસ્થા અને એનજીઓના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી મતદારોએ મૂકેલા વિશ્વાસ પર હરહંમેશ ખરા ઉતારવાની હૈયાધારણા આપી હતી. આ સન્માન સમારોહમાં સમાજના ઉપપ્રમુખ દર્શનભાઈ ઈશરાણી, સેવકભાઈ લખવાણી, સેક્રેટરી અશોકભાઈ તલરેજા, કેસિયર હરેશકુમાર તુલસીદાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

તકસાધુ-લેભાગુ-ગદ્વાર-ભાગલાવાદી  ‘ટટુઓ’ને હવે તો સમાજ ઓળખે..!
ગાંધીધામ : પોતાના સ્વાર્થ સાધવા માટે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતી અપનાવતા શખ્સોને સમાજે ઓળખી લેવાનો સમય આવી ગયો હોવાની ટકોર પ્રબુદ્ધવર્ગ દ્વારા કરવામા આવી રહી છે. એકતરફ સીંધી સમાજ દ્વારા સમાજના ચુંટાયેલા કાઉન્સીલરોનુ બહુમાન જાહેરમાં કરવામા આવે છે અને તેમાં દીવ્યાબેન નાથાણીને પણ માનભેર બહુમાન કરાય છે ત્યારે બીજીતરફ સુધરાઈમાં સત્તાસ્થાને ગોઠવાઈ જવા કેટલાક લેભાગુ-તકસાધુઓ અને ગદ્વાર તથા ભાગલાવાદી તત્વો ઉપર ફરીયાદો કરતા કહી રહ્યા છે કે, દિવ્યાબેન સીંધી સમાજના નથી. આવી રીતે ફરીયાદો કરનારા હરામખોરોનો ચહેરો વધુ એક વખત સમાજ સામે બેનકાબ જ થવા પામી રહ્યો છે. આ મુર્ખાને કોણ સમાજશે કે, આદિપુર-ગાંધીધામમાં બનેલી સીંધી સમાજની વાડી પર પણ સીંધી શબ્દનો જ ઉપયોગ થયેલ છે. આ આંધળાઓને દેખાતુ નથી. ચેટીચાન્દમા ગાંધીધામ સીંધી સમાજની રેલી-સભા યોજાય છે તેમાં પણ માનભેર સ્થાન મળી જ રહ્યુ છે તેમ છતા ફરીયાદ કરનારા વાંજીયાઓ ખબર નહીં પડતી હોય..! આવા તત્વો સમાજના નામે ભાગલા કરાવીને પોતાના ટટુ સીધો કરતા રહે છે. હવે સમાજ આવા તત્વોને ઓળખે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.