સમયની બલીહારથી દેહદાનની ઈચ્છા અધુરી રહી…

ભુજ : વર્ધમાનનગર રહેતા શાહ દંપતિને જાેઈને કોઈનું પણ મનોબળ ઉચ્ચ સ્થાને સ્થિર થઈ જાય એવું જીવન. અસાર સંસારમાંથી આજે વિદાય લઈ ગયેલ સેવંતીભાઈ આર.  શાહ. નિવૃત જિલ્લા પંચાયત કર્મચારી છેલ્લા ત્રીસ વરસથી રીટાયર્ડ જીવત જીવતા અને તેમના ધર્મપત્ની લાભવંતીબેનને દરેક કાર્યમાં સંપૂર્ણ સહકાર તથા હુંફ આપી આગળ વધારતા તેથી જ તો લાભવંતીબેન ટ્યુશન કલાસથી સફર ચાલુ કરી બાળ મંદિરથી લઈને પીપીએસસીમાં માજી સાંસદ ડો. મહેતાના માર્ગદર્શન હેઠળ મહિલા વીંગની સ્થાપના કરી સતત ૧૦ વરસ મંત્રી તરીકે સેવા આપી. અધુરા અભ્યાસથી અટકેલ છોકરીઓને ધો.૧૦ સુધી અભ્યાસ ટ્યુશન કરાવીને પરીક્ષાઓ અપાવી ગણા સુધારા કરેલ. ઈન્દીરા કલબમાં માર્ગદર્શક ગુરૂ ડો. મહેતા સાથે કાયદા પ્રધાન પાસે દિલ્હી જઈ વિલ વારસા વગરની મિલ્કતમાં દિકરીઓને હક્ક માટે પ્રતિનિધિ મંડળ સાથે સફળ રજૂઆત કરી બે વરસ ઈન્દીરા કલબમાં પ્રમુખ રહ્યા. મહિલા કલ્યાણ કેન્દ્ર સભ્ય રહ્ય, પ્રવાસ નિગમ, જૈન સિસ્ટમ, જૈન જાગૃતિ, વુમન ફેડરેશન વગેરે અનેક સંંસ્થાઓમાં સેવા આપી વર્ધમાન નગર સ્થિત નિર્મલ નિકેતમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતા. ભૂકંપ સમયે જીમખાનામાં સતત રર દિવસ ભૂકંપગ્રસ્તો માટે સેવા તથા રસોડું ચાલુ રાખેલ તથા ભુકંપગ્રસ્ત ઘાયલોને સમયસર સારવાર અપાવી સાથે ભુકંપગ્રસ્ત ૯૪ મકાન ધારકો માટે દિવ્ય ભાસ્કરના સહ પત્રકારોની મદદથી ન્યાયીક લડતને સફળ અંજામ સુધી પહોંચાડ્યું. એવા લાભવંતીબેન આજે એમના પીઠબળ એવા સેવંતીભાઈ શાહને કાંધ આપીને મહિલા શક્તિનો પરિચય આપી. રડતી આંખે તુટક તુટક શબ્દોમાં એટલું જ બોલી શકયા. જીવનભરનો દરેક પ્રસંગોમાં મને જે કાંધનો સહારો હતો એને આજે મારે કાંધ આપીને વિદાય આપવી પડી છે. હું એમના વિચારો પર આમ જ સેવા કરતી રહીશ એ જ એમને સાચી અંજલી છે. ઉપરોકત સંપૂર્ણ કાર્યમાં ભુજાેડી ગ્રા.પં. સભ્ય નિતીનભાઈ જવેરી, હિતેન્દ્ર સંઘવી, રીતેશભાઈ વોરા તથા તેમના ભત્રીજા જીતેન્દ્રભાઈ શાહ તથા હિરેન સંઘવી સાથે રહ્યા હતા.