મુંબઈ : સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર ઓછામાં ઓછો એક વર્ષ ટેલિવિઝન પર નહીં દેખાય એવી જાણકારી મળી હતી. જો કે એણે એવો ખુલાસો કર્યો હતો કે મેં ટેલિવિઝન છોડયું નથી.

’હકીકતમાં મારી પાસે હાલ સમયનો અભાવ છે. મારી પાસે ફિલ્મનું કામ વધારે છે એેટલે હાલ ટેલિવિઝનને સમય આપી શકું એમ નથી’ એમ સુનીલ ગ્રોવરે કહ્યું હતું.

ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ ગબ્બર ઇઝ બેકમાં ફરજપરસ્ત પોલીસ કોન્સ્ટેબલ કમ ડ્રાઇવરનો રોલ કર્યા બાદ એને કેટલીક ફિલ્મોની ઑફર્સ મળી હતી. હાલ એ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતમાં ચમક્યો છે. આ ફિલ્મનું કામ પૂરું થયા બાદ એ પોતાના સ્વતંત્ર ટીવી શોની તૈયારીમાં વ્યસ્ત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here