સતીશ કોશિકની આઠ વરસની પુત્રી વંશિકા થઇ કોરોના સંક્રમિત

(જી.એન.એસ)મુંબઈ,સતીશ કોશિક હાલમાં જ કોરોનાની અડફેટમાં આવ્યો હતો અને તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ થયો હતો. જોકે હવે તે સાજો થઇને પાછો ઘરે આવી ગયો છે. પરંતુ તેની આઠ વરસની પુત્રી વંશિકા કોરોનાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. સતીશ કોશીકે કહ્યું, હું કોરોનામાંથી રિકવર થઇ રહ્યો છું હવે થોડા દિવસો ઘરમાં ક્વોરન્ટાઇન રહીશ. પરંતુ મારી આઠ વરસની પુત્રી વંશિકા પાંચ દિવસથી હોસ્પિટલમાં છે તેની કોવિડ-૧૯ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. પરંતુ તેને તાવ ઊતરતો નથી. ૧૦૦-૧૦૧ની આસપાસ તાવ ચડઊતર થયા કરે છે. મહેરબાની કરીને તેના માટે પ્રાર્થના કરશો. એ અમને વારંવાર ફોન કરે છે અને રડયા કરે છે. હું બહુ ચિંતિત થઇ ગયો છું. સતીશ કોશિકે જણાવ્યું, ફોન પર તેને રડતી સાંભળીને મારું દિલ ભાંગી જાય છે. પરંતુ અમે લાચાર છીએ અને તેને કોઇ મદદ કરી શકતા નથી. ઇશ્વર આ મુશ્કેલની ઘડીમાં તમારા બાળકોને સ્વસ્થ રાખે.