સજાગ બનો સાવચેત રહો સ્વસ્થ રહો : માસ્ક પહેરીને નાગરિક હોવાની ફરજ બજાવીએ

શ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯માં માસ્ક પહેરવું ફરજીયાત છે. ડ્રોપલેટથી આ વાયરસ ઝડપથી ફેલાય છે. ડ્રોપલેટ એટલે કે છાંટા. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોવીડ-૧૯માં છીંક અને ખાંસી વડે ઉડતાં છાંટાના સંક્રમણથી બચવા માસ્ક પહેરવાની ગાઇડલાઇન વિશ્વ આરોગ્ય સંગઠને આપી છે.

કોરોનાની રસી નહોતી આવી ત્યારે કહેવાતું કે હાલ તો માસ્ક જ કોવીડ-૧૯નો ઉપાય છે પણ માસ્ક તો હંમેશા કોવીડ-૧૯ માટેનો કારગર ઉપાય છે બે વ્યકિત વચ્ચે ૬ થી ૮ ફૂટનું અંતર જરૂરી છે અને માસ્ક તો અચૂક પહેરવો જ !! કોવીડ-૧૯ ડ્રોપલેટ એટલે કે છાંટાથી ફેલાય છે. એક સંશોધન પ્રમાણે છીંકના નાના છાંટા ૪ મીટર દુર જતા જોવા મળે છે. જયારે ખાંસીના છાંટા છ મીટર સુધી જતા હોય છે. આથી માત્ર સામાજિક અંતર જ નહીં પણ છાંટાના વ્યાપને સીમિત કરવા ગુણવતાવાળું સારા કપડાનો ત્રણ લેયર ધરાવતો માસ્ક પહેરવું જરૂરી ગણાય છે. છાંટાની ભીનાશને સુકવી નાંખે તેવા કપડાંવાળો માસ્ક દરેકે પહેરવો જોઇએ. માસ્કમાં હવાની અવરજવર ફિલ્ટરેશન ની પણ વ્યવસ્થા હોવી જોઇએ.

કોરોનાને ફેલાતો અટકાવવામાં માસ્કની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એટલે જ દરેકે કોરોના કોવીડ-૧૯ને માત આપવા ફરજીયાત માસ્ક પહેરવાનું સરકારે કોવીડ-૧૯ની ગાઇડલાઇનમાં નકકી કર્યુ છે.

કોરોનાના બીજા તબકકામાં સૌની તકેદારી વધી જાય છે. હાલે ચો તરફ જે વાતાવરણ જોવા મળે છે તેમાં તો બિનજરૂરી બહાર નિકળવું જ નહીં અને જો નીકળવું પડે તો બહાર અને ઘરમાં પણ માસ્ક પહેરવું જોઇએ.

૧૨ વર્ષ કે વધુ ઉંમરના તમામને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરી પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ બનવું જ રહયું. દુકાન, ઓફિસ, ધંધો કે કામકાજના સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવું રહયું. માસ્કની સાથે સામાજિક અંતર દો ગજ કી દુરી તો અવશ્ય રાખવાની જ છે પરંતુ સાથો સાથ વારંવાર સાબુથી હાથ પણ ધોવા જોઇએ.

કોવીડ-૧૯ના દર્દીની દેખરેખ સાથે સંકળાયેલાઓએ તો એન.૯૫ માસ્ક પહેરવું સલામતી માટે જરૂરી બને છે. સૌએ ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું જ અને જે અનિવાર્ય હોય તો ત્રિસ્તરીય કે મેડિકલ ગ્રેડ ના માસ્ક પહેરવા. સિંગલ યુઝ માસ્કનો રીયુઝ ના કરવો.

કચ્છ જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય ખાતું, આંગણવાડી અને પોલીસ વિભાગ સંયુકત રીતે કોરોના વોરિયર્સ તરીકે આપણી અને કોવીડ-૧૯ના સંક્રમણની શકયતાઓ વચ્ચે આપણી સાથે રહીને પોતાની ફરજ બજાવી રહયા છે ત્યારે સમાજ કે અન્ય માટે નહીં પણ સ્વ માટે માસ્ક પહેરવું જોઇએ. કોવીડ-૧૯થી સાવચેત અવશ્ય રહેવું જોઇએ. સલામત અંતર અને ફરજીયાત માસ્ક પહેરીને પારિવારિક, સામાજિક અને ભારતીય હોવાની ફરજને નિભાવીએ સ્વસ્થ રહીએ. સાવચેત રહીએ. સલામત રહીએ. સ્વ અને સૌ માટે સજાગ બની માસ્ક અચૂક પહેરીએ.

જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ પણ સૌને માસ્ક પહેરવા ખાસ અનુરોધ કર્યો છે. આરોગ્ય, પોલીસ, વહીવટી તંત્ર અને કોરોના વોરિયર્સને કોરોનાની લડાઇમાં જીતવા સાથ આપવા સૌને અપીલ કરવામાં આવી છે. માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ ધોવા……