સચિવાલયમાં પહોંચ્યો કોરોનાઃ ફળદુના પર્સનલ સેક્રેટરી સહિત ૩ પોઝિટિવ

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજ્યમાં કોરોનાએ ફરીથી માચું ઉચકતા દરરોજ નોંધાતા પોઝિટિવ કેસમાં સતત નવો ઉછાળો જોવા મળી રહ્યો છે. નેતા હોય કે સામાન્ય નાગરિકો કે પછી અધિકારીઓ દરરોજ અનેક લોકો સતત કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. અહેવાલો મુજબ ગુજરાત સરકારના કૃષિમંત્રી આર.સી. ફળદુના પર્સનલ સેક્રેટરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સચિવાલયમાં દોડધામ મચી છે. એટલું જ નહીં રુપાણી સરકારના વધુ એક મંત્રી દિલીપ ઠાકોરના પર્સનલ સેક્રેટરી પણ કોરોના પોઝિટિવ મળી આવતા ચિંતા વધી છે. કારણ કે આ બંને અધિકારીઓ વિધાનસભામાં પણ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા.કૃષિ મંત્રી ફળદૂની ઓફિસમાં સેક્રેટરી મહેશ લાડ, રોજગાર મંત્રી ઠાકોરની ઓફિસમાં સેક્રેટરી ધર્મજીત યાજ્ઞિક અને આ ઉપરાંત સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પરમારની ચેમ્બરમાં એક ક્લાર્ક કોરોના પોઝિટિવ આવ્યા છે. મહત્વનું છે કે આ ત્રણેય ઓફિસમા બીજી વખત કોરોનાના કેસ સામે આવ્યા છે.