સીએમના સંપર્કમાં આવેલા તમામના  કોરોના ટેસ્ટ થશે : નીતિનભાઈ પટેલ

સીએમના સંપર્કમાં આવેલા તમામના  કોરોના ટેસ્ટ થશે : નીતિનભાઈ પટેલ

રાજયના ડે.સીએમ અને આરોગ્ય કમિશ્નર દ્વારા પ્રેસ મારફતે જાહેર કર્યુ બુલેટીન 

ભીખુભાઈ-વિનોદભાઈ પણ સંક્રમિત થયા છે, યુ એન મહેતામાં સારવાર લઈ રહ્યા છે : ડે.સીએમ

 મુખ્યપ્રધાનને પાછલા ૭ દિવસમાં મળલા તમામના ટેસ્ટ કરાશે : સરકારના મંત્રીઓ, શહેર-સંગઠનના હેાદ્દેદારો, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના ૧૧ સભ્યોના પણ કરાશે આરટીપીસીઆર ટેસ્ટ

ગાંધીનગર : આજ રોજ નીતીનભાઈ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને કહ્યુ હતુ કે, સીએમની તબિયત ગત રોજ વડોદરા ખાતે લથડવા પામતા ગત રોજ તેઓને યુ એન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા અને ગત રોજ રાત્રે તબીબોએ કહ્યુ હતુ કે, ર૪ કલાક સુધી ઓબ્જવેશન હેઠળ રાખવાની સલાહ આપી હતી અને તે અનુસાર નિર્ણય લેવાયો હતો અને ગઈકાલે રાત્રે જ ડે.સીએમ તથા ડો. આર.કે. પટેલ દ્વારા જે માહીતી આપવામા આવી હતી તે અનુસાર તેમને દાખલ કરવામા આવ્યા હતા અને અમે નકકી કરેલુ અને નિર્ણય કરેલો કે સીએમના અન્ય ટેસ્ટ કરાયા છે તો કોરોનાનો ટેસ્ટ પણ કરી લેવો જોઈએ અને તેના સેમ્પલ રાત્રે લેવાયો હતો અને તે રીપોર્ટમાં સીએમ વિજયભાઈ કોરોના પોઝીટીવ આવ્યા છે અને તેમની સારવાર આજ રોજ સવારથી જ તેમને કોરોના પોજિટીવ દર્દી અનુસાર આપવાની હોય તે શરૂ કરી દેવામા આવી છે. કોરોનાના પ્રોટેકોલ અનુસાર પણ તેઓની સારવાર શરૂ કરવામા આવી છે. કોઈ પણ મુલાકાતીઓને હાલમા તેમને મળવા ન દેવા તેનો નિર્ણય કરાયો છે. આગામી એક સપ્તાહ સુધી તેઓને હોસ્પિટલમાં રખાશે અને ડોકટરને યોગ્ય જણાય તે બાદ તેઓને ઘરે રજા આપવામા આવશે તેવો નિર્ણય અંજલીબેન રૂપાણી સાથે ચર્ચા કરી અને નિર્ણય લેવાયો છે. વધુ સારી સારવાર કોરોનાની યુ એન મહેતા હોસ્પિટલમાં થઈ શકે તે માટે દાખલ કરાયા છે તેવુ શ્રી પટેલે કહ્યુ હતુ. નિતીનભાઈ પટેલ દ્વરા કહેવાયુ હતુ કે, સીએમને બીપી અથવા ડાયાબીટીસની કોઈ તકલીફ નથી અને તેઓ નિયમિત યોગ કરે છે. ઉજાગર અને જમવાની અનિશ્ચિતના કારણે તેઓને ગઈકાલે ચકક્ર આવ્યા હોય તેવી શકયતાઓ હોવાનુ ડોકટરોનુ કહેવુ છે અને તે અનુસાર તમામ ટેસ્ટ કરાયા હોવાનુ નીતીનભાઈ દ્વારા કહેવાયુ હતુ. મુખ્યમંત્રીશ્રી તો અનેક લોકોને મળ્યા છે, જાહેરસભાઓ, લોકસંપર્ક જાહેરજીવનનો ભાગ છે એટલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સિવાય જુદા જુદા સ્થળોએ તેઓએ પ્રવાસ કર્યો ત્યા પણ સંક્રમણ થવાની શકયતા છે. એટલે હવે સીએમની નજીક જે કોઈ આવેલા હોય તેઓ રીપોર્ટ કરાવા જોઈએ પરંતુ હજુ સુધી સીએમના સંપર્કમા આવેલાઓ સક્રમિત થયાની કોઈ જ જાણકારી મળી નથી. સીએમ રૂપાણીને બે દીવસથી હળવો તાવ હતો અને તેની સીએમશ્રી સારવાર લેતા હોવાનુ પણ નીતીનભાઈ દ્વારા જણાવાયું હતુ.

૪ મહાનગરોમાં રાત્રીકફર્યુ મુદ્દે સાંજે સત્તાવાર જાહેરાત
ગાધીનગર : આજ રોજ ડે.સીએમ નીતીનભાઈ પટેલ દ્વારા પ્રેસ મારફતે વાત કરાઈ હતી તે વખતે વાત કરતા જણાવ્યુ હતુ કે, આજે બપોરે ત્રણેક કલાકે અમારી કોર ગ્રુપની મીટીગ છે અને તેમાં સબંધિત મંત્રી, અધિકારીઓ હાજર રહેશે અને તેમાં આજે રાત્રે કફર્યુની અવધિ જે પૂર્ણ થાય છે તે ઉપરાંતના નિર્ણયો ચર્ચા વચારણા કર્યા બાદ કરીશુ અને સાંજે સત્તાવાર તેની જાહેરાત કરીશુ.