સંસદનું શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થઈ શકે છે

0
19

(એ.આર.એલ),નવીદિલ્હી,સંસદના શિયાળુ સત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતા વર્ષની શરૂઆતમાં ૫ મહત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, આવી સ્થિતિમાં મોદી સરકાર આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ લાવી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થશે, જે ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. આ માટે સંસદ સચિવાલયમાં તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ હજૂ સુધી સત્રની તારીખ નક્કી કરવામાં આવી નથી. રોગચાળાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું સૂત્રોએ જણાવ્યું કે, સત્ર દરમિયાન કોવિડ ૧૯ના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. સત્ર દરમિયાન લગભગ ૨૦ બેઠકો થવાની સંભાવના છે અને તે ક્રિસમસ પહેલા સમાપ્ત થશે. જો કે હજૂ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.સૂત્રોએ જણાવ્યું કે, શિયાળુ સત્રમાં કેમ્પસ અને સંસદની મુખ્ય ઇમારતમાં પ્રવેશ કરનારાઓએ દરેક સમયે માસ્ક પહેરવું પડશે અને કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. આ વખતે શિયાળુ સત્રનું વિશેષ મહત્વ છે. કારણ કે, તે રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા હશે. આચૂંટણીઓને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીની ’સેમી ફાઈનલ’ તરીકે જોવામાં આવી રહી છે.