સંભવત તૌકતે વાવાઝોડા સામે ડીપીટી-કંડલાએ તૈયારીઓ માટે બેઠક યોજી

ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં આજે મળી બેઠક : ડીપીટી ટ્રાફિક અને મરીન વિભાગને કરાયા વિશેષ સતર્ક : સ્થાનિક વહીવટીતંત્રની સાથે પણ વધારાયું સંકલન : સિગ્નલ સંદર્ભે હજુ સુધી કોઈ સુચનો મળ્યા નથી

ડીપીટી પ્રસાસન દ્વારા કંડલા-ગાંધીધામમાં આજથી કન્ટ્રોલ રૂમ શરૂ ગાંધીધામ : અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેસર આજે ડીપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે અને સંભવત ૧૮મી તારીખના રોજ ગુજરાત ખાસ કરીને કચ્છ-સોરાષ્ટ્રને હીટ કરવાની સંભાવનાઓ સામે આવી છે ત્યારે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા પણ આ તૌકતે સામે આગોતરી તૈયારીઓ કરતી સતર્કતા દાખવી છે. આ મામલે પોર્ટના પીઆરઓએ આપેલી માહીતી અનુસાર આજ રોજ ૧ર વાગ્યે ડીપીટી પોર્ટના ચેરમેનશ્રી મહેતાની અધ્યક્ષતામાં તૌકતે મુદ્દે રીવ્યુ બેઠક યોજવામા આવી હતી. આ વાવાજોડુ ટકરાય તો કેવા પ્રકારની તકેદારીઓ રાખવી, અને કોને કોને સતર્ક રહવેુ તે સંદૈભની જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.ખાસ કરીને ટ્રાફીક અને મરીન ડીપાર્ટમેન્ટને એલર્ટ કરવામા આવ્યા છે. બાર્જને પણ વાવાજોડા સંભવીત નુકસાની ટાળવાને માટે બાંધી રાખવા સહિતની સુચનાઓ અપાઈ છે. ડીપીટી કંડલા પ્રસાસન આઈએમડી વિભાગ, રાજયના વહીવટીતંત્ર અને સ્થાનિક પ્રસાસનની સાથે વાવાઝોડાની સ્થિતીને લઈને સતત સંપંકમાં જ હોવાનુ પીઆરઓએ જણાવયુ હતુ. આ ઉપરાંત કંડલા અને ગાંધીધામ ખાતે ડીપીટી-પ્રસાસન દ્વારા કન્ટેરોલરૂપ પણ કાર્યરત આજથી કરી દેવામા આવ્યો છે. ૦ર૮૩૬ રર૦૦૩૩ નંબર વાવાજોડા સંબધિત હેલ્પલાઈન માટે પણ ઘોષિત કરી દેવાયો છે.