મુંબઈ : હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે હું સંજય દત્તને વિલન તરીકે ફિલ્મમાં કલ્પી શકતો નથી. એ સ્વભાવે એટલે સોબર છે કે એને મારી સામે વિલન તરીકે હું કલ્પી શકતો નથી.

’અમે બંનેએ પાણીપત ફિલ્મ સાથે કરીએ છીએ. એ એક સિનિયર કલાકાર છે અને અત્યંત સોબર વ્યક્તિ છે. હું બાળપણથી એમને માનની નજરે જોતો આવ્યો છું. પાણીપતમાં કેટલાક સીન્સ અમે એકબીજાની સાથે કર્યા છે. એમનું વર્તન સૌની સાથે નમ્ર હોય છે’ એમ અર્જુનવ કપૂરે કહ્યું હતું.

હાલ અર્જુન કપૂર સતત દોડાદોડ કરી રહ્યો છે. એક બાજુ એની ઐતિહાસિક ફિલ્મ પાણીપતનું શૂટિંગ ચાલી રહ્યું છે તો બીજી બાજુ એ પોતાની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના પ્રમોશનમાં છે એટલે એક શહેરથી બીજા શહેરમાં ઊડાઊડ કરવાની એને ફરજ પડે છે. મિડિયા સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન એણે કહ્યું કે હું અક્ષરસઃ થાકી જાઉં છું. સતત દોડાદોડ કરવી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here