શેમ્પૂની બોટલમાં ૧૩૬ કરોડની વસ્તુ ભરીને લઈ જતા ૨ અફઘાની પકડાયા

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ગુનેગારો ગુનો કરવાની એવી રીત કે ઉપાય શોધતા હોય છે કે જેથી કોઈને આ બાબતે શંકા પણ ન જાય. દેશમાં ડ્રગ્સ, હેરોઇન, કોકેન, ગાંજા જેવા માદક પદાર્થોનું વેચાણ અને એવા માદક પદાર્થ લેવા ગેરકાયદેસર છે. એવામાં આવા માદક પદાર્થોને સેવન કરનારા લોકોને સ્મગલર્સ કોઈક ને કોઈક વસ્તુમાં છુપાવીને તેનું સપ્લાઈ કરે છે. એ માત્ર દેશમાં જ નહીં વિદેશમાંથી પણ દેશમાં લઈને આવવામાં આવે છે. કેટલીક વખતે સ્મગલર્સ સફળ થઈ જાય છે, પરંતુ મોટા ભાગે સીમા શુલ્ક વિભાગ શંકાના આધારે પકડી લે છે. આવી જ એક ઘટના સામે આવી છે દિલ્હી એરપોર્ટ પર.રાજધાની દિલ્હી સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે અફઘાની નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં હેરોઇન મળી આવ્યું છે. આ હેરોઇન ૧૩૬ કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હેરોઇનની તસ્કરી માટે આ બંને અફઘાની નાગરિક શેમ્પૂ અને વાળોમાં લગાવવામાં આવતા રંગની બોટલોમાં છુપાવીને હેરોઇન લાવતા હતા. આ હાલના દિવસોમાં સૌથી મોટી જપ્તીમાંથી એક છે. આરોપીઓને શુક્રવારે દુબઈથી આવવા પર પકડવામાં આવ્યા હતા.
સીમા શુલ્ક વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એક્સ-રે બેગેજ સ્કેનિંગ મશીનના માધ્યમથી તેમના સામાનની સ્ક્રેનિગ કરવામાં આવી, જેમાં કેટલીક સંદિગ્ધ/આપત્તિજનક છબીઓ દેખાઈ. વિસ્તૃત તપાસમાં ૧૯.૪૮ કિલોગ્રામ કાળો ગાઢ તરલ પદાર્થ શેમ્પૂ અને વાળોના રંગની અનેક બોટલોમાં મળી આવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે જપ્ત કરવામાં આવેલા પદાર્થની પ્રતિનિધિ નમૂનાની તપાસ સંશોધિત ડ્રગ ડિટેક્શન કીટથી કરવામાં આવી, જેથી પ્રથમ દ્રષ્ટિએ જપ્ત પદાર્થના હેરોઇન હોવાની પુષ્ટિ થઈ. નિવેદન મુજબ જપ્ત પદાર્થની કિંમત ૧૩૬.૩૬ કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જે હેરોઇન હોવાની શંકા છે. હેરોઇનને જપ્ત કરીને મુસાફરોની ધરપકડ કરી લેવામાં આવી છે.તમને જણાવી દઈએ કે આ જ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૪.૫ કરોડ રૂપિયાના મૂલ્યના કિંમતનું હેરોઇનની તસ્કરી કરતા એક અફધાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. સીમા શુલ્ક વિભાગે ત્યારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુસાફર મેડિકલ પરીક્ષણ દરમિયાન તેના પેટના નીચલા ભાગમાં છુપાવીને રાખેલું હેરોઇન મળ્યું. મેડિકલ પ્રક્રિયા દરમિયાન પાઉડર જેવી ૬૩૫.૫ ગ્રામ સામગ્રી જપ્ત કરવામાં આવી અને તે માદક પદાર્થ હોવાની શંકા ગઈ. જ્યારે આ સામગ્રીની તપાસ કરવામાં આવી તો પ્રથમ દ્રષ્ટિએ તે હેરોઇન હોવાની પુષ્ટિ થઈ, જેની અંદાજિત બજાર કિંમત ૪.૫ કરોડ રૂપિયા છે.