શું ભાજપ લોકસભામાં ૨૨મીએ કરશે કોઈ મોટી નવા-જુની! તમામ સાંસદો માટે જાહેર કર્યું વ્હિપ

(એજન્સી દ્વારા) નવી દિલ્હી : ભાજપ ૨૨ માર્ચે લોકસભામાં કોઈ મોટું બિલ લાવી શકે છે. ભાજપે ૨૨ માર્ચ માટે વ્હિપ જાહેર કરીને પોતાના તમામ સાંસદોને હાજર રહેવા આદેશ કર્યો છે. જાહેર છે કે, કોઈ પણ પાર્ટી દ્વારા મહત્વના બિલ કે ચર્ચાને ધ્યાનમાં રાખીને જ વ્હિપ જાહેર કરવામાં આવતું હોય છે.સૂત્રોનું કહેવું છે કે સરકાર હાલ ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે નવી બેંક બનાવવા સાથે સંકળાયેલ બિલ લાવી શકે છે. આ ઉપરાંત ૨ અન્ય બિલ લાવવાની તૈયારી છે. જોકે હજી સુધી સ્પષ્ટ નથી કે ખરેખર કયા બિલ લાવવામાં આવશે. ભાજપના સાંસદ રાકેશ સિંહ દ્રારા જાહેર ત્રણ લાઇનના વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે ’૨૨ માર્ચના રોજ લોકસભામાં કેટલાક અતિ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા તથા મંજૂર કરવા માટે લાવવામાં આવશે. એવામાં પાર્ટીના તમામ લોકસભા સાંસદોને નિવેદન છે કે ૨૨ માર્ચના રોજ આખો દિવસ સદનમાં અનિવાર્ય રૂપથી હાજર રહીને સરકારના પક્ષમાં મતદાન કરે.કેંદ્રીય કેબિનેટે ડેવલોપમેંટ ફાઇનાન્સ ઇંસ્ટિટ્યૂશન સાથે જોડાયેલા ખરડાને મંજૂરી આપી છે. નેશનલ બેંકની માફક કામ કરનાર આ ઇંસ્ટિટ્યૂશન મોટા ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સની ફંડિંગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એવી બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ કરશે, સરકાર હવે આ બેંકો માટે બિલ લાવી શકે છે.
લોકસભામાં ભાજપના એક સાંસદે વધતી જતી વસ્તીને દેશ સમક્ષ ગંભીર સંકટ ગણાવતા કેંદ્ર સરકાર વસ્તી નિયંત્રણ કાનૂન બનાવવાની માંગ કરી છે. આજે શનિવારે શૂન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવતાં ભાજપ સાંસદ સંજય સેઠે કહ્યું કે દેશમાં વધતી જતી વસ્તી મોટું સંકટ છે. માટે સરકારને દેશમાં જનસંખ્યા કંટ્રોલ કાનૂન લાવવો જોઇએ. દેશમાં બે બાળકોના માપદંડને લાગૂ કરવો જોઇએ. તેનું ઉલ્લંઘન કરનારને સરકારી સુવિધાઓ ના આપવા અને ચૂંટણી લડવામાંથી બાકાત રાખવા સહિતની જોગવાઈ કરવી જોઈએ.