શિણાય ડેમ મુદ્દેના હઠાગ્રહમાં કયા સ્થાનિક રાજકારણીની ભૂંડિ ભૂમીકા ?

ગાંધીધામના ધારાસભ્યની ચૂપકીદી સામે ઉઠતા અણીયાણા સવાલો

જાગો..શિણાયવાસીઓે જાગો..: ઓળખો આવા સ્વાર્થી રાજકારણીને.!

ચોમાસા પૂર્વે રાજય સરકાર દ્વારા ડેમ-જળાશયોના ખાણેંત્રા-ઉંડા કરવા માટે ફાળવાયેલી લાખોની ગ્રાંટ ચાંઉ કરવાના ગતકડાં તો ન હોતા ને ? આ તો ગ્રામજનો-સરપંચ સહિતના આગેવાનોની જાગૃતી કામ કરી ગઈ નહી તો ૧૮ ફુંટ ભરાયેલ ડેમને કરી દેવાયો હોત ખાલીખમ

આવી કોઈ જ ગ્રાન્ટ સરદાર સરોવર નર્મદા નિગમને સરકાર દ્વારા ફાળવતી નથી : શ્રીનિવાસન (નર્મદા નિગમ, કચ્છ એકમ)

દાઢીની દાઢીને સાવરણીની સાવરણી..નો કોણ કરવા માંગતુ હતુ તાલ..? : હાલમાં શિણાય ડેમ ખાલી કરી માટી ઉપાડી લેવામાં આવે તો વરસાદ પહેલા ફળવાયેલી ગ્રાન્ટના બારોબાર બની જાય બીલો, ઠેકેદાર સાથે મળી સ્થાનિકના કયા રાજકારણી ‘રોકડી’ કરી લેવાની ફિરાકમાં હતા..? : જાણકારોનો સવાલ

ગાંધીધામ : ગુજરાતના મુખ્યપ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન કચ્છને પાણી પ્રશ્ને ન્યાલ કરવા ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે તો બીજીતરફ કચ્છમાં અને ગાંધીધામમાં આ જ સરકારથી સંકળાયેલા સ્થાનિક રાજકારણી જાણે કે ખુદના ભ્રષ્ટ કાવાદાવાઓને પાર પાડવાને માટે સરકારના સુચારૂ અભિગમનો સબોટેજ ભાંગી નાખતા હોય તેવો તાલ વધુ એક વખત સજાવવા પામી ગયો છે. તાજેતરમા જ ગુજરાત સરકાર દ્વારા કચ્છને નર્મદાજળ આપવા કેબીસીના અધુરા કામો પુરા કરવા સ્થાનિકના રાજકારણીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી દીધી હતી પરંતુ સ્થાનિકના રાજકારણીઓ કચ્છીજનોના નર્મદાજળના હિતના પ્રશ્ના ભેાગે પણ ખુદના ભ્રષ્ટ કારનામાઓને જ અંજામ આપવા મથી રહ્યા હોય તેમ શિણાય ડેમને ખાલી કરવા બાબતે છાના ખેલ-કાવતરાં રચાઈ ગયા હતા. શિણાય ડેમના જાગૃત લોકોએ સતર્કતા દાખવી અને આખોય ખેલ નિષ્ફળ થવા પામી ગયો છે પરંતુ શિણાય ડેમ ભરવાને માટે સતત કરવામ આવતા હઠાગ્રહ અને સ્થાનિક માહોલ તંગ થયાના સમય સુધી ગાંધીધામના ધારાસભ્ય કયાંય ન ડોકાતા તેઓની સામે તો અણીયાણા સવાલો થવા પામી જ ગયા હતા તેની સાથોસાથ જ આ ડેમ ખેડુતો અને સ્થાનિકના લોકોના ભારોભાર વિરોધ છતા ભરવાનો હઠાગ્રહ તંત્ર દ્વારા કરવામાં આવતા તેની પાછળ સ્થાનિકના કયા રાજકારણીની ભુંડિ ભૂમિકા હતી તેવા સવાલો પણ હવે થવા પામી રહ્યા છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો રાજય સરકાર દ્વારા તાજેતરમાં જ વરસાદી ઋતુથી પહેલા રાજયના જળશાયો-ડેમોને ઉંડા કરી, ખાણેત્રા કરી અને તેમાં વધુ જળસંગ્રહ ક્ષમતા થાય તે માટે અલગ અલગ વિભાગોને જરૂરી ગ્રાન્ટની ફાળવણીઓ કરી દીધી છે. જેમાં જળશયોમાં ઝાડ-ઝાંખડીઓ પણ સાફ કરવા સહિતની કામગીરી કરવાની થાય છે. દરમ્યાન જ હવે કચ્છ બ્રાન્ચ કેનાલના કામ માટે પણ શિણાય ડેમમાથી માટી ઉપાડી કેનાલમાં નાખવા બાબતે સરકાર તબક્કે સ્થાનિકના તકસાધુ રાજકારણી દ્વારા ગુપચુપ રીતે મંજુરી મેળવી લેવાઈ હતી. અને કેબીસીના કામ માટે શિણાય ડેમને ખાલી કરી માટી ઉપાડી અને કેબીસીમા નાખીને સરકારની ગ્રાન્ટ ખાણેત્રા માટે આ કામમાં ઉપયોગમાં લેવાઈ હોવાનુ દર્શાવી દેવાની ગોઠવણીઓ કરાઈ હોવાનુ મનાય છે. હકીકતમાં તપાસ કરવાની જરૂર છે કે, આ પ્રકારની ગ્રાન્ટ સરકાર દ્વારા કચ્છમાં સિંચાઈ વિભાગને આપવામા આવી છે ખરી? કેટલાની ગ્રાન્ટ હતી? શુ વપરાશ થયો? નથી થયો તો એ બાબતે સરકાર તબક્કે શુ અહેવાલ રજુ કરાયા છે? જો આ તપાસ કરવામા આવે તો પણ સ્થાનિકના ગાંધીધામના રાજકારણી અને માટીનુ કામ રાખનારા ઠેકેદાર વચ્ચેની સાંઠગાંઠ તથા સિંચાઈ અધિકારી સહિતનાઓની મીલીભગતથી આચરવામા આવનાર મસમોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામી શકે તેવી વકી પણ સેવવામા આવી રહી છે. પ્રબુદ્ધવર્ગ તો એમ કહી રહ્યો છે કે, આ તો ભલુ થજો શિણાયના સરપંચ અને તેમની આખીય ટીમ તથા ભોગગ્રસ્ત ગ્રામજનોની હિમંતને કે તેઓ શીણાય ડેમ કે જે ૧૮ ફુટ પાણી ભરાયેલ છે તે ખાલી કરવા ન આપ્યો અને સરકાર, તંત્ર અને રાજકારણીઓના કેાઈ પણ પ્રકારના દબાણને વશ ન થયા અને જરા સહેજ પણ ટસથી મસ ન થયા ત્યારે જ સરકાર તબક્કે સાચુ ચિત્ર ઉપસવા પામી શકયુ અને હાલમા શિણાય ડેમને ખાલી કરવાના વિષય માટે એક મહિનો મોકુફ રાખવામા આવી ગયો છે. બીજીતરફ આ બાબતે નર્મદાનિગમના કચ્છ એકમના શ્રીનિવાસનજીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, રાજયમંત્રીશ્રીએ આપેલ નિવેદન નિર્ણાયક જ હોય. તેઓએ કીધુ છે તો હવે એક માસ માટે શિણાય ડેમમાથી માટી નહી ઉપાડવામા આવે તે અનુસાર જ અમલવારી કરવાની રહેશે. ગ્રાન્ટની ગાલમેલ બાબતે શ્રીનિવાસનને પુછતા તેઓએ
કહ્યુ હતુ કે, જળાશયો ઉડા કરવાની કોઈ જ ગ્રાન્ટ અમને ફાળવવામા આવતી નથી એટલે આ વિષય અમને લાગુ પડતો જ નથી. કદાચ સિંચાઈ વિભાગને ફાળવેલ હોય તો તેનો મને અંદાજ નથી તેમ શ્રીનિવાસનજીએ જણાવ્યુ હતુ.

  • જાહેરાત આપી સસ્તીપ્રસિદ્ધ પુરતા લીંબડજશ ખાટનારાઓથી શિણાયવાસીઓ બને સાવધ

અંજારના ધારાસભ્ય અને કચ્છી રાજયમંત્રીએ સરકાર તબક્કે ધારદાર રજુઆતો કરી દેખાડી અને આખાય વિસ્તારને માટે રાહતરૂપ નિર્ણય લઈ દેખાડયો..પરંતુ શિણાય ડેમ ખાલી કરવા મુદ્દે થયેલી પ્રથમ સ્થળ બેઠક બાદ તનાવભર્યા વિરોધ છતા કયાંય ખુદ ડોકાયા નહીં, આવા સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા રાજકારણી સામે તો હુરીયો જ બોલાવજો..ગામ પ્રવેશ આવા રાજકારણી માટે કરી દેવો જોઈએ નિષેધ : ‘જાહેરાત આપી..મેં..કર્યુ..મેં..કર્યુની..બે..બે..કરતી બકરીઓ’થી જાગતા રહેવુ જરૂરી

કેબીસી માટે શિણાય ડેમમાથી માટી ઉપાડનાર ઠેકેદાર પાસેથી ઉઘરાણા, સરકારે ખાણેત્રાની ફાળવેલી ગ્રાન્ટને આ કામ પેટે દેખાડ-બીલો બનાવી બારોબાર ચાંઉ કરી લેવાની યોજના સ્થાનિકના કયા રાજકારણીની હતી? જાગૃત વર્ગની સતર્કતથી લાખોની રકમ ઓળવી લેવાની કયા સ્થાનિક રાજકારણીની મનસા પર પાણી ફેરવાઈ ગયુ…!

ગાંધીધામ : રાજકારણ એટલે જાણે કે, સસ્તીપ્રસિદ્ધીનું માધ્યમ બની ગયુ હોય તેમ પ્રજાજનોની સેવાના નામે મીંડુ હોય છતા પણ મેવા મેળવી લેવાની લ્હાયમાં આડેધડ ખુદની વાહવાહી કરાવવામાં જ કઈક નવા સવા રાજકારણીઓ વ્યસ્ત જ જોવા મળી આવતા હોય છે. પૂર્વ્‌ કચ્છમાં પણ હાલમાં શિણાય ડેમને ખાલી કરાવવાનો વિષય ભારે ગરમાગરમ બની જવા પામ્યો હતો પરંતુ કચ્છી રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે આ બાબતે સજાગતાપૂર્વકની સમયસુચકતાનો ઉપયોગ કરી અને સરકાર તબક્કે શિણાયમાં સર્જાયેલી તંગ સ્થિતીનો માહોલ રજુ કરી અને લોકોની લાગણી-માંગણીને ન્યાય અપાવી દીધો હતો. હકીકતમાં અહી યશના આભારી અંજારના ધારાસભ્ય અને કચ્છી રાજયમંત્રી છે કે જેઓએ આ જહેમત ઉઠાવી અને અસરકારક રજુઆત કરી દેખાડી છે. પરંતુ તેઓની સાથે જાણે કે, જાનમં કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ બની ફરતા અન્ય સ્થાનિક રાજકારણી પણ શિણાય ડેમનુ કામ તો મે…કર્યુ..મેં કર્યુ..ની બે.બે કરતી બકરીની જેમ બફાટ કરવામા આવી રહ્યો છે. જાહેરાતો આપી દેવી અને તેમાં ફોટાઓ પ્રસિદ્ધ કરાવી દેવા માત્રથી સત્ય ફેર નથી થતુ હતુ. ગ્રામજનો સારી રીતે જાણે છે કે, શિણાય ડેમ ખાલી કરવા મુદ્દે સજાયેલ મતમતાંતર વખતેથી લઈ અને બેથી ત્રણ દીવસમા અલગ અલગ બેઠકો મળી, તંત્રના અધિકારીઓ હાજર રહ્યા, ભોગ્રગ્સ્તો મોટી સંખ્યામાં સતત જોડાયા, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તેમના અગ્રણીઓ પણ સાથે રહ્યા, પરંતુ જાહેરાતોમાં તસવીરો છપાવનારા અને બે..બે..કરતી બકરીની જેમ બોલતા સ્થાનિક રાજકારણી તો કયાંય ડોકાયા જ નથી તો પછી આ કામનો નિવેડો તેઓ કયાથી લાવી શકયા? પ્રજાજનો છે, પબ્લીક છે એ હવે બધુ જાણી રહી છે. માત્ર જાહેરાતો આપી હાથ જોડેલા ફોટાઓ મુકી દેવાથી યશ નહી પણ લીંબડજશ ખાટવાની રીતીનીતોઓ દેખાય છે. શિણાયની પ્રજા જાગૃત બની રહી છે અને આવી રીતે ખોટ ડ્રામા કરનારાઓને ઓળખી ગઈ છે. કામ કરવાના નામે માત્ર સસ્તી પ્રસિદ્ધીમાં જ રાચી રહેલા અને ખોટા યશના ટોપલા પહેરી રહેલાઓનો તો હકીકતમાં ગ્રામજનોએ હુરીયો જ બોલાવવો જોઈએ. ગામ પ્રવેશજ આવા રાજકારણીઓનો નિષેધ કરી દેવો જોઈએ. જેથી મતો માંગવાના સમયે પણ તેઓ ગામમાં દોડી ન આવે તેવી ટકોર પ્રબુદ્ધવર્ગમાથી થવા પામી રહી છે.