શિણાય ડેમમાંથી માટીના બહાને મેટલ ઉપાડવાનું કૌભાંડ બરકરાર : તંત્ર કોમામાં

  • જનપ્રતિનિધિ તો નપાણીયા દેખાય છે, પ્રજા તો આંખ ઉઘાડે..!

રાજાશાહી વખતના ડેમમાં ૧૯ ફુટ પાણી લહેરાય છે, તે પાણીનો વેડફાટ કરીને નર્મદા બ્રાન્ચ કેનાલ માટે માટી ઉપાડવા સરકારની આંખમાં ધુળ નાંખીને સ્થાનિકના બની બેઠેલ રાજકારણી-ઠેકેદાર સાથેની મીલીભગતથી આચરેલ ગોબાચોરી હદ..વટાવી રહી છે..: ડેમ ખાલી કરીને માટી ઉપાડવી તો ગેરવ્યાજબી જ હતી, પણ હવે ઠેકેદાર-રાજકારણી આણી ટોળકી ડેમના તળીયામાં રહેલ મેટલ-પાળાઓને તોડીને ઉસેડી રહી હોવાનો છે ગંભીર વર્તારો

ડેમની પાળી તોડી પાડીને તે ડેમની પાળી ફરીથી બનાવવી પડશે ને કરોડો નો ખર્ચો કરવો પડશે આ પાળી તોડવાની જરૂર જ ક્યાં છે, ડેમ ઉંડો કરવાનો છે, તોડી પાડવાનો તો છે જ નહીં પછી ડેમને નુકશાન કેમ કરવામાં આવે છે

ખાણખનિજવિભાગ આ કામના ઠેકેદારની સામે કેમ નથી કરતુ લાલઆંખ? અંજારના કડક અને તટસ્થ ડીસી શ્રી જોષી પણ આ તરફ શા માટે નથી કરતા વક્રદ્રષ્ટી..!

ગાંધીધામ : તાલુકાના શિણાય ડેમને મનસ્વી રીતે ખાલી કરી નાખી અને તેમા રહેલા લાખો લીટર પાણીનો વેડફાટ કરી ડેમમાથી નર્મદા કેનાલ માટે માટી મેળવવા નર્મદા નિગમ દ્વારા  સરકારને યેન કેન પ્રકારેણ મનાવી લઈ અને નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયનો પ્રારંભિક તબક્કે ગામ સુકાની સહિતના મોભીઓ દ્વારા મોટાપાયે વિરોધ કરવામા આવ્યો હતો અને તંત્રને કામગીરી પણ ન કરવા દેવાની જાગૃતા ભરી આક્રમણ લડત બે દીવસ સુધી ચાલુ રાખી હતી જેના પગલે શિણાય ડેમ એક માસ સુધી ખાલી નહી કરાય તેવી ખાત્રી પણ સરકારને આપવાની ફરજ પડી ગઈ હતી. પરંતુ પાછલા બારણેથી ગાંધીધામના બની બેઠેલા રાજકારણી અને આ કામ રાખનારા ઠેકેદારની સિન્ડીકેટ એવી ગોઠવણીઓ કરી કે ૧૦ જ દીવસમાં નીર્ણય ફેરવાઈ ગયો, શિણાય ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો, જાગૃત ખેડુતોને ઘરમાં નજરબંધ કરી દેવાયા અને ચુસ્ત બંદોબસ્ત સાથે જ આ ડેમને તોડવાના કામનો પ્રારંભ લોકશાહીની હત્યાની ઘટના સમાન અવસ્થામાં થવા પામી ગયો હતો. આ કૃત્યને જે લોકોએ મોટા ઉપાડે વિરોધ-પ્રદર્શનથી વખોડયુ હતુ તેઓ પણ એક યા બીજી રીતે જાણે કે તદન પાણીમાં જ બેસી ગયા હોય તેમ પાળો તોડી પાડવામા આવ્યો હતો. દરમ્યાન જ હવે જે સવાલો થવા પામી રહ્યા છે તે અનુસાર આ ડેમમાં ૧૯ ફુટ પાણી ભરાયેલ છે. અંદાજિત ૧પ વર્ષ બાદ કુદરતી રીતે આ ડેમ આટલો બધો ભરાયો છે. તેના પાણીથી આસપાસના ૧૦૦થી વધુ ખેડુતોના પાકને મોટી રાહત મળી રહે તેમ હતી. પરંતુ તમામ વાતને નેવે મુકીને પાણીનો વેડફાટ, વ્યય થતુ પાણી ખેડુતોના ખેતરોનુ ધોવાણ કરી દેવાની ખબર હોવા શુદ્ધા અને માટી પણ નર્મદા બ્રાન્ચ કેનાલ માટે કામ લાગી શકે તેવી છે કે નહી, તે તમામ સોઈલ રીપોર્ટના અભાવની વચ્ચે જ માટી ઉપાડવામા આવી હોવાનુ શરૂ થયુ હતુ તે આજે પણ ચાલુ જ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. મુળ વાત અહી એ
સતાવી રહી છે કે, ડેમ આખો ખાલી કરી શકાય તેવી સ્થિતી નથી? ખુબ મોટા પ્રમાણમા પાણી ભરાયેલ છે. તે
પાણી સોસાયટીઓમાં જાય તો ડુબની સ્થિતી સર્જાય અને આ નિર્ણયની વરવી વાસ્તવિકતા ખુલી જાય તેમ છે. તો અહી સવાલ એ થાય છે કે, ડેમ ખાલી નથી કરાયો, તો રોજબરોજ માટીની ગાડીઓ ઉપડે છે શેની? ડેમમાથી માટી ઉપડે એવી તો અવદશા થઈ નથી? જાણકારો દ્વારા કહેવાય છે કે, માટી ઉપાડવાના નામે ડેમમાથી તેના તળીયામાં જે મેટલ-બેન્ટેાનાઈટ ભરવામા આવતા હોય છે તેની મોટાપાયે ધુમ ચોરી કરવામા આવી રહી છે. સરકારને રોયલ્ટીચોરીનુ પણ મોટુ નુકસાન થવા પામી રહ્યુ છે. ડેમના પાળા ખોદવામાં આવી રહ્યા છે તેમાથી રોયલ્ટીચોરી તો થાય છે તે થાય જ છે પણ ભવિષ્યમાં આ ડેમની સલામતીની સામે પણ મોટા સવાલો ઉભા કરી જાય છે. ડેમ ઉંડો કરીને માટી
ઉપાડવાની વાત હતી પણ અહી તો ઠેકેદારની લીડ ઘટાડી બચતી રકમમાંથી સૌ કોઈ ભાગબટાઈ કરી લેવાની લ્હાયમાં જ રહ્યા હોય તેમ હવે ડેમ ઉંડો કરવાના બદલી તેના પાળા તોડવામા આવી રહ્યા છે એન તેમાથી મેટલ ઉપાડવામા આવી રહી હોવાનુ કહેવાય છે. આ બાબતે હકીકતમાં પૂર્વ્‌ કચ્છના કડક અને તટસ્થ ડીસીશ્રી જોષીએ ગંભીરતા સમજવી ઘટે અને ડેમ ઉંડો નથી કરાયો તો માટી ઉપાડાય છે કે મેટલ? તેની તપાસ કરવી જોઈએ. મેટલ ઉપડતી હોય તો ખાણખનિજ વિભાગે પણ એકશનમાં આવવુ જ ઘટે.

આ નિર્ણય જ શંકાઓ ઉપજાવનારો છે
ગાંધીધામ : કચ્છમાં નર્મદા બ્રાન્ચ કેનાલના નિર્માણ માટે માટી ઉપાડવા શિણાય ડેમનો જ કેમ આગ્રહ રાખવામા આવ્યો છે? જાણકારો કહે છે કે, આ છલોછલ પાણીથી ભરેલા ડેમનુ પાણી બગાડવુ, આ ડેમને નુકસાન કરવુ અને માટી ઉપાડવાનો નિર્ણય જ અનેકવિધ રીતે શંકાસ્પદ લાગી રહ્યો છે. કચ્છમા લાખો એકર બંજર-બિનઉપજાઉ જમીનો પડી છે તેમાથી માટી લેવાના બદલે આ ડેમને ખાલી કરીને માટી ઉપાડવાનો નિર્ણય કયાંય તર્કસંગત પ્રજાહિતમાં જોવાતો નથી. આખેઆખા ભરાયેલ ડેમને ખાલી કરીને માટી ઉપાડવાનો નિર્ણયે તેથી જ શંકા ઉપજાવનારો વધુ લાગી રહ્યો છે.

સવા લાખ ગાડી માટીની બ્રાન્ચ કેનાલમાં છે જરૂર :૧ દીઠ ૧ર હજારની બચત : કરોડોનુ છે કૌભાંડ.!
ગાંધીધામ : કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં માટી નાખવાની થાય છે અને તે અંદાજે સવાલાખ ગાડીઓની જરૂરીયાત હોવાનુ મનાય છે. આ માટી માટે પૂર્વ કચ્છમાં ત્રણથી ચાર અલગ અલગ સાઈટ આઈન્ડેન્ટી ફાય કરવામા આવી છે અને જો શિણાય સિવાય આ માટી ઉપાડે તો ઠેકેદારની લીડ ઘણી વધી જાય તેમ છે. ઠેકેદારની લીડ ઘટાડવાને માટે અને તેમાથી કટકી-કમિશન ખાઈ લેવાને માટે સ્થાનિકના બની બેઠેલા ઝભ્ભાલેંગાધારીએ શિણાય ડેમને તોડીને માટી ઉપાડવાનો નિર્ણય એડીચોટીનુ જોર લગાવીને લેવડાવ્યો હોવાનુ કહેવાય છે.

નર્મદા નિગમના અધિકારીને લેખિતમાં કરીશું ફરીયાદ : ગોપાલભાઈ(સરપંચ, શિણાય)

માટી ઉપાડવાની હતી, પાડા તોડે, મેટલ ઉપાડે તો ભવિષ્યમાં ડેમમાં પાણી સંગ્રહ મુદે નુકસાની થાય, પાણી પણ વેડયાઈ રહ્યુ છે, તે ન ચલાવી શકાય : સરપંચે લેખિતમાં તંત્રનુ ધ્યાન દોરવાની ઉચ્ચારી ખાત્રી

ગાંધીધામ : શિણાય ડેમને તઘલખી રીતે તોડી પાડવાના નિર્ણયની અમલવારી તો થવા પામી જ રહી છે પરંતુ તેમા કચ્છ બ્રાન્ચ કેનાલને માટે માટી ઉપાડવાના બદલે ડેમના તળીયાની પાડો તોડવામાં આવી રહી છે, પથ્થરો અને મેટલ ઉપાડાઈ રહી છે, ત્યારે આ કામમાં વિરોધની શરૂઆતમાં આગેવાની લેનારા અને જાગૃતી દેખાડનાર ગામના સરપંચ ગોપાલભાઈને આ અંગે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, હાલમા માટી ઉપાડવાનુ કામ એક એજન્સી કરી રહી છે, અન્ય એજન્સીઓ પણ આ કામ માટે સક્રીય થશે, પરંતુ ડેમમાથી માટી ઉપાડવાની મંજુરીઓ અપાઈ છ, મેટલ કે પથ્થરા ઉપાડવાની નહી. બીજુ કે ડેમનુ પાણી હાલમાં વેડફાઈ રહ્યુ છે, હકીકતમાં આ પાણીનો રચનાત્મક ઉપયોગ કરવાનો વિચાર કરવાના બદલે રાતોરાડ માટી ઉપાડવાનુ કામ હાથ ધરાતા ૧૯ ફુંટ ભરેલા ડેમનુ પાણી હાલમાં વહી જઈ રહ્યુ હોવાથી તે બાબતે પણ નર્મદા નિગમના જવાબદારોને લેખિતમાં ફરીયાદ કરી ધ્યાન દોરવામાં આવશે તેવી ખાત્રી શિણાયના સરપંચ ગોપાલભાઈએ દર્શાવી હતી.