શબ-એ-બારાત માં કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા જાહેરનામું

આગામી તા.૨૮મી માર્ચ-૨૦૨૧ના રાજયમાં મુસ્લિમ તહેવાર શબ-એ-બારાત તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ દિવસે લોકો સામુહિક પ્રાર્થના કરતાં હોય છે. શબ-એ-બારાતની રાત દરમ્યાન અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે તેમજ માનવજાતની સુખાકારી માટે દેવી આશીર્વાદ મેળવવા ધાર્મિક પ્રાર્થના કરવામાં આવે છે. ઈસ્લામિક કેલેન્ડરના આઠમા મહિના ૧૪ થી ૧૫ મી દિવસની રાત્રે શબ-બે-બારાત નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ભેગા થાય છે અને તેમના પ્રિય લોકોની કબરો પર પુનઃ મુલાકાત લેવાય છે.

હાલમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો હોવાનું જણાઇ આવતા, આવા સંજોગોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે શબ-બે-બારાતના તહેવાર સંદર્ભે મસ્જિદો તથા અન્ય સ્થળોએ લોકો એકત્રિત ન થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે આવશ્યક હોઇ કોરોના સબંધમાં રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામામાં જણાવાયું છે.