વેરો ન ભરતા મહેસાણા નગરપાલિકાએ વધુ ૧૩ દુકાનોને સીલી કરી

(જી.એન.એસ.)મહેસાણા,મહેસાણા નગરપાલિકામાં બાકી મિલ્કતવેરા મામલે પાલિકાની ટીમ કામે લાગી છે, અને વધું ૧૩ દુકાનો ને વેરો ન ભરતા તેને સીલ કરવામાં આવી છે. વેરા વસુલાત કામગીરી સમયે જ ૬ દુકાનદારોએ કાર્યવાહી થાય તે પહેલાં વેરો ભરી દીધો છે.મહેસાણા નગરપાલિકાની ટીમે વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરતાં મહેસાણા ભાગ ૧માં અનેક મિલકતોના બાકી વેરા મામલે નોટિસ અપાવી અને રીઢા બકીદારો સામે કડક પગલાં ભરતા મિલકતો સીલ કરવામાં આવી હતી જે બાદ હવે પાલિકાની ટિમ મહેસાણા ભાગ ૨ માં આવેલ મોઢેરા અને રાધનપુર રોડ સહિત માલગોડાઉન વિસ્તારમાં બાકી વેરા વસુલતની કામગીરીનો પ્રારંભ કરી ૧૯ દુકાનદારો સામે બાકી વેરા મામલે લાલ આંખ કરતા ૧૯ પૈકી ૧૩ દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે ૬ દુકાનદારોએ પાલિકાની કડક કાર્યવાહી થાય તે પહેલાં વેરો ભરપાઈ કરી દીધો છે.