વેક્સિન કોરોનાને કંટ્રોલ કરવા માટેનુું બ્રહ્માસ્ત્ર : ડૉ. કન્નર

કચ્છી ભાષામાં કચ્છીજનોને વેક્સિન લેવા કરી અપીલ

ભુજ :  હાલ દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં થોડા સમયથી કચ્છમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની હતી, જેમાંં લોકોએ કોરોના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ભારતમાં કોરોનાને કાબુમાં કરવા રસીકરણ અભિયાન શરૂ કરાયું છે, તે અંતર્ગત લોકોમાં હવે વેક્સિન બાબતે જાગૃતતા આવી રહી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે કચ્છીજનોને કોરોનાથી બચવા વેક્સિન લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, વેક્સિન કોરોનાને કંટ્રોલ કરવા માટેનું બ્રહ્માસ્ત્ર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ વિશ્વમાં ઘણા બધા દેશો કોરોના મુક્ત થઈ રહ્યા છે, જેનું કારણ માત્ર રસીકરણ છે. સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં સૌ પ્રથમ ૬૦થી ઉપરના લોકોને રસી આપવામાંં આવી હતી. કારણ કે કોરોના આ ઉમરના લોકો માટે ઘાતકી સાબિત થઈ શકે તેમ હોઈ રસીકરણ કરાયું છે. ત્યારબાદ ૪પથી પ૯ વર્ષના લોકોને રસી અપાઈ હતી. સરકાર દ્વારા ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના લોકોને પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કહ્યું છે કે, વેક્સિન કોરોનાને કંટ્રોલ કરવા માટેનું બ્રહ્માસ્ત્ર છે. કોરોનાની રસી લીધા બાદ શરીરમાં એન્ટી બોડી બને છે અને શરીરમાં રહેલા સફેદ કણને એક્ટિવ કરે છે, જેથી કોરોના થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. કોરોનાની રસી વાયરસના નિષ્ક્રીય થયેલા અંશમાંથી બનાવવામાં આવે છે. હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. આ બન્ને રસીની ક્ષમતા સારા પ્રમાણમાં છે. રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ ૧૦ થી ૧પ દિવસ તકેદારી રાખવાની હોય છે, પરંતુ ક્યાંક અમુક કેસોમાં પ્રથમ ડોઝ લેનારને કોરોના થાય છે અને તે જલ્દી સ્વસ્થ પણ થઈ જાય છે. લોકોને વેક્સિન અંગેની ભ્રમિત વાતોમાં ન આવી અવશ્ય રસી લેવી જાેઈએ. ૬૦થી ઉપરના ર૦ ટકા લોકોએ હજુ સુધી રસી લીધી નથી તેમજ ૪પથી પ૯ વર્ષની વયના ૪૯ ટકા લોકોએ રસી લીધી નથી જ્યારે પ૯ લોકોએ બીજાે ડોઝ પણ લીધો નથી. આવા લોકોએ તાત્કાલિક રસીનો બીજાે ડોઝ લેવો જાેઈએ. કચ્છમાં ૪,ર૯,૩૩પ લોકોને રસી અપાઈ છે, જેને કોઈપણ આડઅસર થઈ નથી, તેથી લોકોએ રસી મૂકાવીને કોરોના સામે રક્ષણ મેળવવું જાેઈએ.