નવી મીડી બસ- નવા લોકલ રૂટ  

ભુજ : ભુજ એસટીને નવી કેસરી રંગની મીડી બસો મળી છે.જે કચ્છમાં આંતરીક પરિવહન માટે દોડાવાઈ રહી છે. વેેકેશનની માંગને અનુલક્ષીને એસટી દ્વારા ભુજથી નલીયાના નવા ૪ રૂટ, જ્યારે નલીયા- બિલેશ્વર, માતાના મઢ- ભુજ, ભુજ- ગાંધીધામ, નખત્રાણા- ભુજના નવા બબ્બે- બબ્બે રૂટ નક્કી કરાયા છે. આ ઉપરાંત દરેક તાલુકા મથકોને સાંકળતી મેટ્રોલીંક સર્વિસ કાર્યરત છે.

 

 એસટી દ્વારા નવા એક્સપ્રેસ અને લોકલ રૂટ નક્કી કરાયાઃ મુસાફરોને હેરાનગતી ન થાય તેવું આયોજન

ભુજ : હાલ ઉનાળા વેકેશનને પગલે કચ્છમાં એસટી બસોમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વેકેશનને ધ્યાને લઈ એસટી તંત્ર દ્વારા પણ નવા રૂટ નક્કી કરવામાં આવ્યા છે.શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓને વેકેશન જાહેર થયા બાદ બાળકોને મામા-માસીના સગાના  ઘરે જવાની ઘેલછા હોય છે. જેથી મોટાભાગની બસો પહેલાથી જ હાઉસફુલ  થઈ જતી હોય છે. દર વખતની જેમ આ વર્ષે પણ એસ.ટી. દ્વારા પ્રવાસીઓના વ્યાપક ધસારાને પહોંચી વળવા માટે નવા રૂટો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એક્સપ્રેસ અને લોકલ રૂટો પર વધુ બસો દોડાવવામાં આવી રહી છે.એસટીની વિભાગીય કચેરીમાંથી મળતી માહિતી અનુસાર, ચાલુ સાલે અત્યાર સુધીમાં અંજાર- મહેસાણા, ભુુજ- હિંમતનગર, ભુજ- સંજેલી (છોટા ઉદેપુર), માંડવી- વડનગર, નેત્રા- પીરાણા( અમદાવાદ) સહિત કચ્છ ભુજથી રાજ્યભરમાં એસટીની વધુ બસો દોડાવાઈ રહી છે. તો, નવી વોલ્વો બસોમાં યાત્રીોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જે ભુજથી મંંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરત તરફ દોડી રહી છે. વેકેશનના માહોલમાં વહેલી સવારથી જ બસ સ્ટેશનોમાં યાત્રીકોની ભીડ જામી જાય અને  મોટાભાગની તમામ બસો હાઉસફુલ દોડી રહી છે. વેકેશન કચ્છ એસટીને ફળદાઈ નીવડશે તેવી શક્યતા સેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here