વેકિસન લઇએ અને પરિવાર તેમજ સમાજની સુરક્ષામાં આપણું યોગદાન આપીએ – મોહિની પટ્ટણી

કચ્છમાં કોરોના રસીકરણની ઝુંબેશ પૂરજોશમાં છે ત્યારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટુડન્ટ મોહિની પટ્ટણીએ વેકિસનનો પ્રથમ ડોઝ લઇ અન્યને પણ વેકિસન લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

ભુજના મોહિની પટ્ટણી જણાવે છે કે, કોરોનાને મ્હાત આપવી હશે તો હવે આપણે દ્ઢ મનોબળ રાખી વેકિસન લેવી જ પડશે ઉપરાંત કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ કરવું જ જોઇશે. આ વેકિસન ફકત આપણી સુરક્ષા માટે નથી આપણા પરિવાર અને સમગ્ર સમાજની સુરક્ષા માટે છે જેથી પરિવાર અને સમાજની સુરક્ષા માટે પણ વેકિસન લઇ આપણી જવાબદારી અદા કરીએ.