વેકસીન પ્રત્યે લોકોનો હકારાત્મક અભિગમ કેળવાયો છે- જગદીશભાઇ ઠકકર

શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-૩ સરકારી દવાખાનામાં કોરોના વાયરસ કોવીડ-૧૯ના વેકસીનેશન ઝુંબેશ માટે જાન્યુઆરી માસથી માનદ સેવા આપતા સીવીલ ડીફેન્સના વોર્ડન જગદીશભાઇ ઠકકર જણાવે છે કે, કોવીશીલ્ડ રસી અને કોવીડ-૧૯ની રસી પ્રત્યે લોકોનો હકારાત્મક અભિગમ કેળવાયો છે. કોવીડ વેકસીન માટે પ્રારંભમાં લોકો થોડા ગભરાયેલા અને ભયભીત હતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે અને રસીકરણ માટેની અભામનતા વધી છે એટલે રાજય સરકારે ૫૦થી વધુ વયના ૪૫ વર્ષના લોકોને કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે ભલે રસીકરણ ચાલુ કર્યુ પણ બહોળો યુવાવર્ગ પણ એ લેવા પ્રતિદિન પૃચ્છા કરી રહયો છે ત્યારે સરકારે ૧લી મેથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેકસીન આપવાનો નિર્ણય સૌ આવકારી રહયા છે. રેપીડ ટેસ્ટ કરાવી ૨૦૦-૨૫૦માં લોકો હાલે વધુ રસ દાખવી રહયા છે. આજ દિન સુધી કુલે અંદાજે ૬૦૦૦ ઉપરાંત આ વિસ્તારના લોકો કોવીડની રસી મુકાવી ગયા છે. પ્રવર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિ જોતાં લોકો વધુ સાવચેત બન્યા છે રેપીડ ટેસ્ટ અને રસી માટે લોકો હકારાત્મક અભિગમ દેખાવી કોરોનાને મ્હાત આપવા કટિબધ્ધ બન્યા છે. મેડીકલ ઓફીસર ડો.વૈશાલીબેન ડાભી આ બાબતે જણાવે છે કે, ૧લી મેથી ૧૮ વર્ષથી ઉંમરના તમામ યુવા વર્ગને પણ રસી અપાશે. એ વાતથી આ વિસ્તારના લોકો ઉત્સાહી છે. અગાઉ જાહેર કામગીરી સાથે સંકળાયેલા યુવાવર્ગ કે તેમના માતાપિતા અને વડીલો અમને તેમના યુવા સંતાનો માટે પુછતા હતા હવે તેઓ સરકારના આ નિર્ણયથી ખુશ છે. પોતાની સલામતી કોને ના જોઇએ. ત્યાં ઉપસ્થિત રેપીડ ટેસ્ટ કરાવવા આવેલ મહિલા આ જણાવે છે.