• કચ્છઉદયની ટકોરને રૂપાણી સરકારનું તત્કાળ સમર્થન
  • પાણીની ખખડધજ પાઈપલાઈન લાઈનો બદલવા કેબીનેટનો નિર્ણય
  • ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ તાજેતરમાં જ કચ્છની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા અને અછત સલગ્ન બાબતોએ સમીક્ષા બેઠકો યોજી હતી તે વખતે આ જ પ્લેટફોર્મના અગ્રલેખમાં પ્રથમ પેજ પર તા. ૮/પ/૧૯ અંકમાં કચ્છમાં પાણીની વ્યવસ્થાઓ-જળસંચયની દીશામાં મહત્વકાંક્ષી કાર્યો કયા થઈ શકે છે તેની સુચક ટકોર કરી હતી અને રાજય સરકારે તે પૈકીની જ એક એવી વરસોથી જુની પાણીની પાઈપલાઈનો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બદલાશેનો નિર્ણય આજ રાજે કેબીનેટમાં લઈ લીધો છે.

 

 

  • કચ્છ-સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી વહન કરતી વરસો જુની પાઈપલાઈનો બદલાવાશેનો રાજ્ય સરકારનો નિર્ધાર : જરૂર જણાશે તો બજેટમાં કરાશે વિશેષ જોગવાઈ

 

  • નોંધનીય છે કે, કચ્છમાં ર૦૧૧ની વસ્તીના આધારે નંખાયેલી પાણીની પાઈપલાઈનોમાં ક્ષારના લીધે મોટાભાગની સડ્ડી ગઈ હોવાથી છાશવારે મસમોટા લીકેજની સર્જાતી હતી ઘટનાઓ : કચ્છને માટે જળક્ષેત્રે રૂપાણી સરકારનો વધુ એક રાહતલક્ષી નિર્ણય

 

 

ગાંધીનગર : રાજ્યમંત્રી મંડળની આજે કેબીનેટ બેઠકમાં જિલ્લામાંથી આવેલ રોજે રોજના ડેટાઓ અંગે સમીક્ષા કરીને પીવાના પાણી પહોંચાડવા નિર્ણય લેવામાં આવી શકે તેના પરમથન કરવામાં આવી રહ્યુ છે.

રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પીવાના પાણની મુશ્કેલી કેટલાક વિસ્તારોમાં ઉભી થવા પામી છે. થોડા દિવસ અગાઉ પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવોએ જિલ્લાની મુલાકાતો લઈને પીવાના પાણીની સ્થિતિનિ સમીક્ષા કરીને જિલ્લા તંત્રને કેટલાક આદેશો આપ્યા હતા.ત્યાર બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરો અને પાણી પુરવઠા વિભાગને તમામ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ અંગે પીવાનું પાણી પહોંચાડવા માટે હાથ ધરવામાં આવેલા કામો સહિતની કામગીરી અંગેના રોજેરોજના ડેટા મોકલી આપવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા તંત્ર દ્વારા પ્રભારી મંત્રીઓનેજિલ્લાના મોકલાયેલા ડેટાઓની વિગતો આજનીબેઠકમાં પ્રભારી મંત્રીઓ રજુ કર્યા હતા.મંત્રીઓ દ્વારા રજુ કરવામાં આવનાર જિલ્લાના ડેટા અંગે ચર્ચા વિચારણ કરીને આ જિલ્લાઓમાં પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી વિભાગને પીવાના પાણી પહોંચાડવા માટેના કામો વધુ હાથ ધરવા માટે સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here