ન્યુ દિલ્હી : પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે તેના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે. ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલીની આઈપીએલની આગેવાનીની વિશ્વકપ પર અસર પડશે નહીં. કારણ કે એકદિવસીય કેપ્ટનના રૂપમાં તેનો રેકોર્ડ સારો છે. ગાંગુલીએ કહ્યું કે, કોહલી માટે સૌથી મોટો ફાયદો તે છે કે તેને બે સફળ કેપ્ટનો એમએસ ધોની અને રોહિત શર્માનો સાથ મળશે. આરસીબીની આઈપીએલમાં સતત નિષ્ફળતાથી વિરાટ કોહલીની નેતૃત્વક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. પરંતુ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમની આગેવાની આઈપીએલની આગેવાનીથી સંપૂર્ણ રીતે અલગ છે.

ગાંગુલીએ સેમીફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય પાકિસ્તાનને પસંદ કર્યું છે. તેમણે કહ્યું, પાકિસ્તાનનો ઈંગ્લેન્ડમાં વિશ્વ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ઉલ્લેખનીય છે. બે વર્ષ પહેલા તેણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેણે ૨૦૦૯માં વિશ્વ ટી૨૦ પણ ઈંગ્લેન્ડમાં જીત્યો હતો. પાકિસ્તાન હંમેશા ઈંગ્લેન્ડમાં સારૂ રમે છે. ગાંગુલીએ કહ્યું, હું રેકોર્ડમાં વિશ્વાસ કરતો નથી. તે દિવસે બંન્ને ટીમોએ સારૂ પ્રદર્શન કરવું પડશે. ભારતની ટીમ ખૂબ સારી છે. તેને હરાવવી મુશ્કેલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here